વલસાડ પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પત્યાબાદ આખરે 5 દિવસ બાદ શનિવારે બપોરે 12.40ના શુભ મુહૂર્તે નવ નિયુક્ત મહિલા પ્રમુખ કિન્નરીબેન પટેલ અને ઉપપ્રમુખ કિરણભાઇ ભંડારીએ પાલિકાનો ચાર્જ સંભાળી લીધો હતો.
અને ખાસ કરીને બ્રાહ્મણ ના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે બંન્ને પદાધિકારીઓ શાસ્ત્રોક્તવિધિ બાદ ખુબજ પડકાર રૂપ અને જવાબદારી ભર્યા પાલિકા ના મુખ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ભરતભાઇ પટેલે આશિર્વાદ પણ આપ્યા હતા.શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી,પૂર્વ ઉપપ્રમુખ ઉર્મિબેન દેસાઇ,કારોબારી ચેરમેન ભરત પટેલ (કાના) સહિત ભાજપના સભ્યો અને અન્ય સભ્યોએ પૂષ્પાહાર કરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.પ્રમુખ કિન્નરીબેન પટેલ અને કિરણભાઇએ સૌનો આભાર માની સૌ સાથે મળીને વિકાસ ના કામ કરવા સહમત થયા હતા.ત્યારે બીજી તરફ નગર ના વિકાસ માટે અને ભ્રષ્ટાચાર ને નાબૂદ કરી દિલ થી કામ કરે તેવી વલસાડ ની જનતા આશા રાખી રહી છે.
Monday, June 17