પોલીસ થી કઈ ઉકળતું નથી કે પોલીસનું સેટિંગ ?. CCTV વિડીયો
વલસાડ સી.ટી.પી.આઈ અંકુર પટેલ ને જાણે બુલટેગરો ઓપન ચેલેન્જ આપી રહ્યા હોય અને પોલીસ ને તેમના ખિસ્સા માં રાખી બિન્દાસ રઈસ ના શહરુખખાન બની ગયા હોય તેવું દેખાય આવે છે , છેલ્લા કેટલા સમય થી વલસાડ ના તિથલ રોડ પર ના પાલિહિલ સોસાયટી માંથી બુટલેગરો બિન્દાસ તેમની બાઇક પર દારૂ ની ખેપ મારતા હોય છે જે અંગે પાલિહિલ સોસાયટી ના સેક્રેટરી દ્વારા વારંવાર વલસાડ પોલીસ મથક માં લેખિત અરજી આપવામાં આવી હોય છતાં બુટલેગરો બિન્દાસ દમણ થી દારૂ નો જથ્થા ભરી પારડી,અતુલ,પારનેરા થી સેગવી રોડ થઈ તિથલ રોડ ના પાલિહિલ સોસાયટી માં ઘુસી જઈ તમામ બુટલેગરો પાલિહિલ ના પાછળ ના ખુલ્લા મેદાન થઈ કોલેજ કેમ્પસ માં ઘુસી કોસંબા રોડ પર ના બુટલેગરો ના અડ્ડા પર દારૂ પોહચાડતાં હોય છે જે બનાવ થી પાલિહિલ સોસાયટી ના રહીશો એ વલસાડ સી.ટી પોલીસ મથક માં લેખિત અરજી આપી જેમાં જણાવ્યા મુજબ આ તમામ બુટલેરો તેમના સોસાયટી ના વોચમેન ને હાથ-ટાંટિયા તોડી નાખવાની ધમકી આપે છે, જ્યારે આ અંગે સોસાયટી ના સેક્રેટરી દ્વારા વલસાડ પોલીસ મથક માં સી.સી.ટીવી ફૂટેજ પણ આપ્યા હતા, ત્યારે જોવાનું એ રહ્યું કે વલસાડ સી.ટી.પોલીસ ના જાડી ચામડી ના અધિકારી આ અંગે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ તો આ તરવીર માં બુટલેગરો દારૂ ની બાઇક સાથે કેમેરા માં કેદ થયા છે ત્યારે વલસાડ પોલીસ અધિક્ષક સુનિલ જોશી સાહેબ આપ તેમના સી.ટી.પી.આઈ અંકુર પટેલ ને જરૂરી સૂચન આપી કાયદેસર ના પગલાં ભરે નહિ તો સમાજ માં પોલીસ ની છબી ખરાબ ન થાય તેવી જાગૃત નાગરિક માં માંગ ઉઠી છે.