વલસાડ માંથી ડાબર ઈન્ડિયા લિમિટેડના નામે ડુપ્લિકેટ રોઝ વોટર બનાવતુ કારખાનું ઝડપાતા વેપારી આલમ માં આ બનાવે ભારે ચર્ચા જગાવી છે, ભારતની પ્રખ્યાતડાબર ઈન્ડિયા લી કંપની દ્રારા ગુલાબરી પ્રીમિયમ રોઝવોટરનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે થોડા દિવસોથીવલસાડ જિલ્લા ના પારડીટાઉન તેમજ આસપાસના વિસ્તારોમાં રોઝવોટરની વેચાણ માં અચાનક ઘટાડો આવતા કપનીના ઇન્વેસ્ટિકેએસએચએન ઓફિસર શીતલકુમાર ઝા અને સહકર્મી નીરજ ગોડે તપાસ કરતાં તેમણે જાણવા મળ્યું હતું કે પારડી ખાતે ચેતનભાઈ ગોવિંદભાઈ પટેલ રહે હનુમાનડુંગરી પારડી ડાબર કંપનીનું ડુપ્લિકેટ પ્રોડકશન તૈયારી કરી વેચાણ કરે છે આથી તેમણે પારડી પોલીસ મથકે પહોચી પારડી પોલીસ મથકના એએસઆઈ બી આરવાણી સાથે ચેતનના ઘરે છાપો મારતા તેના ઘરેથી ડાબર કંપનીની ડુપ્લિકેટ ગુલાબરી પ્રીમિયમ રોઝવોટરની 40 મીલી ની ભરેલી બોટલ નંગ 701 તેમજ ખાલી બોટલ નંગ 264 સાથે 8688 નંગ લેબલ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કોઇપીરાઇટ એક્ટનો ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જોકે ઝડપાયેલો ઈસમ ડુપ્લિકેશન ના કરતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે કોઈ યુપી વાસી ઈસમ જોબ વર્ક ઘરે આપી જતો હતો અને બોટલ પર ફકત સ્ટિકર મારવાનું કામ કરતો હોવાનું કેફિયત વ્યક્ત કરી રહ્યો છે જેના કહેવા મુજબ પોલીસ ને ડુપ્લિકેશન કરનાર મુખ્ય સૂત્રધાર પોલીસ ને હાથે લાગ્યો નથી. હાલ પોલીસ એ એક આરોપી ની ધરપક્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે,ડુપ્લીકેટ વોટર તૈયાર કરવા માટે બજાર માંથી સામગ્રી લઇ સ્ટીકર મારી આખું કૌભાંડ આચરવામાં આવતું હોવાની વાત બહાર આવી છે ,પોલીસ વધુ તાપસ ચલાવી રહી છે.