દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ઉપર કોરોના નું કાળ ચક્ર ફરી વળ્યું છે અને વલસાડ થી લઈ નવસારી, સુરત, રાજપીપળા સુધી સતત 24 કલાક કામગીરી કરી રહેલા 21 જેટલા કર્મચારીઓ તો મોતને ભેટતા ભારે ચકચાર મચી છે, મૃતકો માં ડેપ્યુટી ઇજનેર, ઇલેકટ્રિક આસિ., સિનિયર આસિ. સહિતના કર્મચારીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા હોવાની વાત સામે આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ, નવસારી, સુરત , રાજપીપળા, સહિતના સમ્રગ દક્ષિણ ગુજરાતમા એક મહિના માંજ આ આંકડો સામે આવતા હવે અન્ય વીજ કંપનીના કર્મચારીઓ પણ ચિંતા માં મુકાઈ ગયા છે.
વીજ કંપનીના કર્મચારીઓને જો કોરોના નું સંક્રમણ લાગેતો હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઇ અલાયદી વ્યવસ્થા ન હોય તેમના પરિવારજનો મુશ્કેલી માં મુકાયા છે.
કોરોના સંક્રમણ ને લઈ મોતને ભેટનારા કર્મચારીઓ ના નામ નીચે મુજબ છે.
-ફેનિલ દેસાઈ ડે. સુપરિ. વલસાડ સર્કલ.
-વસાવા, જે.ઇ. નેત્રંગ.
-રામુભાઈ, સી.ની.આસીસ્ટન્ટ,પાલેજ.
-એસ.યુ.ભગત, ડી.ઇ. રાજપીપળા 1.
-કલ્પેશભાઈ તડવી, ઇલે.આસિ., રાજપીપળા 1.
-જિજ્ઞેશ ચૌધરી , ઇલે.આસિ., પીપોદરા સ.ડી.
-દિનેશભાઇ જેસંગભાઈ તડવી, રાજપીપળા.
-સંજય ગમનભાઈ પટેલ, વાપી ઇન્ડ. સબ-ડિવિઝન.ઇલે.આસિ.
-એલ.જી.વરિયા, લાઇનમેન, માંગરોલ સબ-ડિવિઝન.
-વી.જે.ગાંધી. ડી.ઇ પીપલોદ લેબ, સુરત.
-બી.એલ.રાઠોડ, સિનિ.આસિ., કડોદરા 2.
-શૈલેશ.એચ.પ્રજાપતિ, ઇલે.આસિસ્ટન્ટ, અંકલેશ્વર રૂરલ સબ-ડિવિઝન.
-વિનય. આર.પટેલ. જુ.આસિસ્ટન્ટ, રામનગર સુરત.
-ઉમેશભાઈ.એમ.પારેખ, લાઇન ઇન્સ્પેકટર, વલસાડ વેસ્ટ સબ-ડિવિઝન.
-જિમેશભાઈ પટેલ, ઇલેક્ટ્રિકલ. આસિસ્ટન્ટ, પાલ સબ-ડિવિઝન.
-સલીમભાઈ. એ.પટેલ, DYSA, પાંચબત્તી સબ-ડિવિઝન, ભરૂચ.
-કે.જી.પટેલ, સુપરિ. એકાઉન્ટ, વલસાડ.
-સંજય આઇ. પારેખ,નાયબ ઇજનેર, કોર્પોરેટ ઓફિસ.
-એમ. એમ. વોરા, નાયબ ઈજનેર, નવસારી.
-અરવિંદ કંથારિયા,લાઇન ઇન્સ્પેક્ટર, રાંદેર.
-પી. આર. ચૌધરી ડી.ઈ. સોનગઢ.
આ તમામ વીજ કંપની ના કર્મચારીઓ ના કરૂણ મોત થતા શોક ની લાગણી ફેલાઇ છે.
કોરોના સંક્રમણ ફેલાતા ફરજ દરમિયાન આ કર્મચારીઓ ભોગ બનતા તેઓ ના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.