રાજ્ય માં કોરોના નું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ ફરી એકવખત કોરોના વકર્યો છે અને બેજ દિવસ માં આંકડો 40 કોરોના પોઝીટિવ ઉપર પહોંચતા એકંદરે સરેરાશ 10 થી વધુ કેસ નોંધાઇ રહયા નું સામે આવ્યું છે.
ગતરોજ 27 અને આજે 13 મળી બે દિવસ માં કુલ 40 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય અધિકારી પટેલે સત્યડે સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.
જોકે રાજ્ય ની બહાર પડેલી આજે નવા કેસ ની યાદી માં 40 કેસ બતાવતા આ અંગે પટેલ સાથે વાત કરતા તેઓ એ બે દિવસ નો ટોટલ ફિગર હોવાની ચોખવટ કરી હતી.
સાથે જ વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. વલસાડ જિલ્લામાં સ્થાનિક કચેરી ની યાદી મુજબ આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 8, વાપી તાલુકામાંથી 3, ઉમરગામ તાલુકાના 1 અને કપરાડા તાલુકામાં 1 કેસ કોરોના સંક્રમિત મળી આવ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી સહિત RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી સાથે જેતે વિસ્તાર માં સેનેટાઈઝ કરવામાં આવી રહયુ છે.જિલ્લાની તમામ શાળાઓમાં 91 હજારથી વધારે બાળકોને રસી મુકવા તંત્ર કામે લાગ્યું છે. જિલ્લામાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
Sunday, May 19