વલસાડ જિલ્લામાં બાયોડીઝલના નામે કેમિકલયુક્ત ઇંધણ નો ગેરકાયદે ધંધો કરનારા તત્વો એ માથું ઉંચકતા આખરે મામલો કલેકટરમાં પહોંચતા સબંધીતો માં આ મેટર ભારે ચર્ચા માં આવી છે અને વલસાડ ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એન્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા આ રેકેટ નો ભાંડાફોડ કરવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર ને લખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. જિલ્લામાં બાયોડીઝલના નામે અન્ય કેમિકલ ઇંધણનું વેચાણ થતું હોવાની એસોસિએશનને ચોંકાવનારી માહિતી મળતા તેઓએ આ અંગે જિલ્લા પ્રશાશન નું ધ્યાન દોરી જાહેર જનતા ના કિંમતી વાહનો ને થઈ રહેલા નુકશાન અને સરકાર ની તિજોરી ને થઈ રહેલા વ્યાપક નુકશાન સામે જાહેરહિત માં ફરિયાદ કરી હતી.
તેઓ એ જણાવ્યું કે પ્રદૂષણ ઓછું કરવા સરકારે બીએસ-6ના ધારાધોરણ મુજબનું ઇંધણ પેટ્રોલ ડીઝલ દરેક વાહનચાલકોને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.તેમ છતાં બાયોડીઝલના નામે કેમિકલ ઇંધણના ગેરકાયદે વેચાણથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ડીઝલ દ્વારા મળતા વેરા સરકાર સુધી પહોંચતા નથી.જેના કારણે સરકારને આર્થિક નુકસાન પહોંચી રહ્યું હોવાની ફરિયાદ એસોસિએશને કલેકટર આર.આર.રાવલને કરી છે.
![વલસાડ માં ગેરકાયદે કેમિકલયુક્ત બાયોડિઝલ ના ચાલતા રેકેટ નો પર્દાફાશ : મામલો કલેક્ટરાલય માં પહોંચ્યો ! WhatsApp Image 2020 08 31 at 11.00.35 PM](https://www.satyaday.com/wp-content/uploads/2020/09/WhatsApp-Image-2020-08-31-at-11.00.35-PM.jpeg)