વલસાડ માં દારૂની રેલમછેલ અને તેના એડ્રેસ અને નામ સત્યડે માં પ્રકાશિત કરાયા બાદ સંબંધિતો દોડતા થઇ ગયા હતા અને આ બધા વચ્ચે હમણાં હમણાં પાર્થ પટેલ નામનો ઈસમ દારૂ પ્રકરણ માં વલસાડ માં ભારે ચર્ચામાં રહ્યો છે અને તેનું નામ વિવાદ માં આવ્યું છે. નોંધનીય છે કે ગત તા.27મેના રોજ વલસાડ ના અબ્રામાં મણીબાગમાં રાધાકૃષ્ણ મંદિર સામે આવેલા એક મકાન માં LCB પોલીસે છાપો મારીને 74 બોટલ દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. LCBએ કુલ 97,925નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આ દારૂનો જથ્થો મુકનાર પાર્થ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ પાર્થ અમ્રતભાઈ પટેલના બંગલે પણ રેડ કરવામાં આવી હતી પરંતુ સૂત્રો એ ડિકલેર કરેલી માહિતી મુજબ બંગલામાંથી અડધી બોટલ દારૂ મળતા પાર્થ વોન્ટેડ જાહેર કરાયો હતો અને બાદમાં પાર્થ પટેલ ની પોલીસ મથક માં ધરપકડ થતા પૂછતાછ કરાઈ હતી.
પાર્થ પટેલ ના દારૂ પ્રકરણ વલસાડ માં છેલ્લા બે દિવસ થી સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ રહ્યું હતું.
Monday, May 13