વલસાડ માં પોલીસ કર્મચારી ની પત્ની સાથે લગ્ન પહેલા દોસ્તી રાખનાર પ્રેમી ને માર ખાવાનો વારો આવ્યો હતો ,વલસાડ જિલ્લાના પારડી સ્થિત આઇ ટી આઈ માં પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે અભ્યાસ માટે જતા હોવાથી પ્રેમ થયો હતો. જોકે ,યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થઇજતા પ્રેમ સંબંધ નો અંત આવ્યો હતો. શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો અને પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસેબોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઇ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરીમારમારી છોડી દેવાયો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો. વિગતો મુજબ
પારડી ખાતે રહેતો ગૌરવ હળપતિ પારડી માં આઈ ટી આઈ ખાતે વર્ષ 2018 અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથેપ્રેમ થઇ ગયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી ધીરેન પટેલ સાથે થતા તેણે ગૌરવ સાથેને પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. શુક્રવારે ધીરેન અને તેની પત્ની સાથેઝઘડો થયો હતો. ધીરેનના કહેવાથી પત્નીએ ગૌરવને ફોન કર્યો હતો. પત્નીનો ફોન છીનવી લઈને ગૌરવને સમાધાન કરવા માટે વલસાડ લોકોશેડ પાસે બોલાવ્યો હતો.ગૌરવ સાથે તેનો મિત્ર નિલેશ યાદવ આવ્યો હતો. જ્યાંથી ધીરેન ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટરના વોલીબોલના મેદાન પાસે લઇ ગયો હતો. જ્યાં માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ પ્રકરણ વલસાડ માં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.
Friday, May 17