દેશ માં બેંકો ના ખાનગીકરણ સામે બે દિવસીય હડતાળ ને પગલે ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી ત્યારે વલસાડ જિલ્લા માં પણ 300થી વધુ શાખાઓના 2 હજારથી વધુ કર્મચારીઓ અધિકારીઓ હડતાળ માં જોડાતા છેલ્લા બે દિવસ માં રૂ. 800 કરોડથી વધુનું ક્લિયરિંગ ખોરવાયુ હતું. હડતાળ ને પગલે વલસાડ માં વેપારીઓ,ઉદ્યોગકારો,ટ્રાન્સપોર્ટેશન સહિતના એકમોના આર્થિક વ્યવહારોને અસર પહોંચી છે.
શુક્રવારે હડતાળના બીજા દિવસે વલસાડમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી સલીમ શેખ અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસો.ના સેક્રટરી ધર્મેશ દેસાઇની આગેવાની હેઠળ વલસાડ જિલ્લાની 245 શાખાના અઢી હજારથી વધુ કર્મચારીઓ, અધિકારીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
Monday, May 20