વલસાડમાં ખુબ જૂજ સ્થળોએ મળતા વિદેશી શાકભાજી હવે શહેરના શાકભાજી માર્કેટમાં અન્ય શાકભાજીની જેમ વેંચાઇ રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી આ શાકભાજી સ્થાનિક બજારમાં તેની અડધી કિંમતે વેચાવા આવી રહ્યા છે. ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર પણ આ શાકભાજી હોંશે હોંશે લઇ રહ્યા વલસાડ શેર માં વિદેશી શાકભાજી નું આગમન થયા બાદ લાલ કલરની કોબી, લીલા કલરનું ફ્લાવર (બ્રોકલી), લાલ પીળા કલરના કેપ્સીકમ સામાન્ય રીતે શહેરના જુજ ફ્રુટવાળા પાસે જ મળતા હતા. સામાન્ય રીતે 150 રૂપિયે પ્રતિ કિલોએ વેંચાતા આ શાકભાજી હાલ વલસાડના શાકભાજી માર્કેટમાં રૂ. 70 થી રૂ. 80 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. નોટબંધીને લઇ શાકભાજી સાથે સોથી વધુ અસર વિદેશી શાકભાજી પર થઇ રહી છે.
સામાન્ય રીતે શોખ પૂરતું ખુબ જૂજ પરિવારો આવા શાકભાજી કોઇ કોઇ વાર ખાતા હોય છે. ત્યારે હાલ તેનો ઉપાડ ખુબ ઓછો થઇ ગયો છે. જેના કારણે તેનો મોટો જથ્થો વલસાડના શાકભાજી માર્કેટમાં ઠલવાઇ રહ્યો છે. જેના પગલે તેનું વેચાણ અન્ય શાકભાજીની જેમ વલસાડના બજારમાં સામાન્ય રીતે થઇ રહ્યું છે. કેટલાક શાકભાજીવાળાઓને તેના નામ પણ ખબર નથી. માત્ર નવા શાકભાજી જોઇ તેઓ પણ ખુબ ઉત્સાહથી તેનું વેચાણ કરી રહ્યા છે. તેની સામે મધ્યમ વર્ગીય પરિવાર પણ તેની ખરીદી ઉત્સાહ ભેર કરતા જોવા મળી રહ્યા છે.
વલસાડમાં બ્રોક્લી, લેટ્યુસ, કલરફૂલ શાકભાજી ખૂબ ઉંચા ભાવે તેમજ જ્વલ્લે મળતા હતા. જોકે, હવે આ વિદેશી શાકભાજી મોટા પ્રમાણમાં શાકભાજી માર્કેટમાં જોવા મળી રહ્યા છે અને તેનો ભાવ પણ ખુબ ઓછો છે. ત્યારે તેની ખરીદી સરળ બની છે અને મોટી સંખ્યા માં લોકો તેને ખરીદ રહ્યા છે.