કોરોના ની મહામારી વચ્ચે વલસાડ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી એવી NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ રવિવારે યોજાનાર છે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વલસાડ જિલ્લામાં આવેલા 12 પરીક્ષા કેન્દ્રો પર 4176 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચાલુ વર્ષે કેટલીક શરત મુજબ NEETની પરીક્ષામાં બોલપેન, ફેસ ગ્લાસ કીટ વગેરે શાળામાંથી આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઓળખ કાર્ડ, આઈડી કાર્ડ, હોલ ટિકિટ અને હાફ બાઈ વાળા શર્ટ કે ડ્રેસ પહેરીને પરીક્ષા આપવા આવવાનું રહેશે.
વિદ્યાર્થીઓ ટ્રાન્ફરન્ટ પાણીની બોટલ સાથે શકેશે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ 11;00 થી 1;30 સુધી પ્રવેશ આપવામાં આવશે. 1;30 પછી વિદ્યાર્થીઓ માટે શાળાના ગેટ બંધ કરી દેવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓને ભીડ ન કરવા સૂચના આપવામાં આવી છે. NEETની પરીક્ષા 2;00થી 5;00 સુધી રહેશે.જો કોઈ વિદ્યાર્થીનું પરીક્ષા આપતા પહેલા ટેમ્પરેચર વધારે જણાઈ આવશે તો તેવા વિદ્યાર્થીઓ માટે આઇસોલેશન રૂમમાં પણ પરીક્ષા કેન્દ્ર પર તૈયાર કરવામાં આવ્યા છે.
NEETની પરીક્ષાના ઉમેદવારોએ તેમની સાથે હોલ ટિકિટ, આધાર કાર્ડ અને ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે લાવવાની રહેશે. વિદ્યાર્થીઓએ હાફ બાઈના કપડાં પહેરીને આવવાના રહેશે. આખી બાઈ વાળા કપડાં પહેરીને આવનાર વિદ્યાર્થીઓની વધારાની બાઈ કાપી નાખવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર કાંડા ઘડિયાર અને બોલપેન લાવવાની નથી. પરીક્ષા કેન્દ્રો પર સેનેટરાઇઝ થયેલી નવી બોલપેન વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
કેન્દ્રો પર 11થી 1:30 પ્રવેશ
NEETની પરીક્ષા માટે રવિવારે 11થી 1;30 દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ મેળવવાનો રહેશે. બપોરે 1;30 કલાક પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને પ્રેવેશ બંધ કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે વાલીઓને પરીક્ષા કેન્દ્રો બહાર ભીડ ન કરવા સૂચના આપી છે.
Sunday, May 19