વલસાડ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અહીં સ્વાતંત્ર્ય પર્વના રંગે વલસાડ રંગાયુ છે ઠેરઠેર રોશની જોવા મળી રહી છે.
વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
વલસાડની સરકારી કચેરીઓ તથા જાહેર માર્ગોને રોશનીથી શણગારી દેવાયા છે.
વલસાડ જિલ્લામાં લોકોમાં આઝાદી પર્વની ઉજવણી માટે અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે.
વલસાડમાં દેશભકિતની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે વલસાડના ધમડાચી ન્યુ APMC ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ ઉપરાંત ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાશે. પોલીસ દ્વારા SDRF/ MTFનો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વલસાડ વહીવટી તંત્રમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે અને સરકારી ઈમારતોને તિરંગાના કલરમાં રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે.
ઈ. સ. 1947ની 15મી ઑગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
આ દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો હતો જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે વલસાડમાં આ વખતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત થયો છે અને મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે.
ત્યારે વલસાડ ચારે તરફ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.