વલસાડ વિભાગ કેમીસ્ટ એસોસીએશન
માકડીયાના જણાવ્યા અનુસાર ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસીએશન દ્વારા સરકારશ્રીના ઓનલાઇન દવાઓના વેચાણના અનુસંધાને તેમજ હોલસેલ દવાના વેપારમાં ફાર્મસિસ્ટની જરૂરિયાત વગેરે મુદ્દાઓ અંગે સમગ્ર દેશમાં દવાઓનો વેપાર કરતા સભ્યો તા.૩૦/૦૫/૨૦૧૭ને મંગળવારના રોજ એક દિવસ સંપૂર્ણ બંધ પાળશે.
વલસાડ વિભાગ કેમીસ્ટ એસોસીએશન પણ તેમાં જોડાનાર છે. આ બંધ દરમિયાન જાહેર જનતાને ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે વલસાડ વિસ્તારના કેટલાક મેડીકલ સ્ટોર્સ ચાલુ રહેશે. જેમાં ડ્રગ માર્ટ ફાર્મસી-કસ્તુરબા હોસ્પિટલ-વલસાડ, સંજીવની મેડીકલ સ્ટોસ-તિથલ રોડ-વલસાડ, મેઘાવી મેડીકલ સ્ટોર્સ-અતુલ, જલારામ મેડીકલ સ્ટોર્સ-કપરાડા, જાન્હવી મેડીકલ સ્ટોર્સ-નાનાપોંઢા, પટેલ મેડીકલ સ્ટોર્સ-ગુંદલાવ, રિધ્ધિ મેડીકલ સ્ટોર-ધરમપુર, જલારામ મેડીકલ સ્ટોર-ખેરગામ, ન્યુ જલારામ મેડીકલ સ્ટોર-રૂમલા, જલારામ મેડીકલ સ્ટોર-અટગામ, જલારામ મેડીકલ સ્ટોર-કલવાડા અને શશાંક મેડીકલ સ્ટોર-ડુંગરીનો સમાવેશ થાય છે. આ અંગે જાહેર જનતાને નોંધ લેવા ઉક્ત સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.