વાપી નપા દ્વારા રૂ.1 કરોડના ખર્ચે સાઇકલ ટ્રેક બનાવી નાખ્યો અને પ્રતિકલાકના 10 રૂપિયા ભાડૂ લઇને સાયકલ ચલાવવા માટે આપવાનુ ચાલુ પણ કર્યું પણ ભારે વરસાદમાં ટ્રેક ધોવાઈ જતાં કરોડો રૂપિયાનું આંધણ થયાનું જણાઈ રહ્યું છે.
પાલિકા દ્વારા સાયકલ ટ્રેક સહિત જાગીંગ ટ્રેક,ચિલ્ડ્રન્સ પ્લે,ફ્રન્ટ આર્ટ ગેલેરી સહિતનો પ્રોજેકટ 2019માં હાથ ધર્યો હતો,પરંતુ હાલ ભારે વરસાદના કારણે સાયકલ ટ્રેક ધોવાઈ ગયો છે.
પાંચ વર્ષ પહેલા આ ટ્રેક તૈયાર થયો હતો આ ટ્રેકની લંબાઇ 1.50 કિમી છે. અત્યાર સુધીમાં 15 ટકા લોકોએ તેનો માંડ ઉપયોગ કર્યો છે ત્યાંજ આ ટ્રેક હવે નકામો બની ગયો છે ત્યારે વિકાસના આ કામની વાતો નગરમાં ભારે ચર્ચાનો વિષય બની છે.