SATYA Exclusive News
સત્ય ડે વલસાડ: દ.ગુ ની દમણગંગા નદી સર્વનાશ ના આરે? -વાપી સહિત ના વિસ્તારો ને પ્રદુષિત કરનાર ઉદ્યોગકારોને પાપે દમણગંગા બની પ્રદુષિત:જનતા રામ ભરોસે:નેતાઓ માત્ર શોભના ગાંઠિયા જેવા : તંત્ર તંબુરો વગાડે છે. -સેટેલાઇટ ની તાજી તસવીરો માં ચોંકાવનારી હકીકત બહાર આવતા સત્યડે મીડિયા હાઉસે ગંભીર નોંધ લઈ કર્યો ખુલાસો.
ગુજરાત ના દક્ષીણઝોન માં આવેલ વાપી નું નામ પુરા વિશ્વ માં જાણીતુ છે અને પ્રદુષણ મામલે ખાસ નંબર પણ મેળવી લીધો છે ત્યારે સ્થાનિક લોકો ના સ્વાસ્થ સબંધી સવાલો પણ ઉઠતા રહ્યા છે,અહીં ધંધો કરતા ઉદ્યોગકારો કોઈ ને ગાંઠતા નથી અને કહેવાતું પોલુશયન બોર્ડ સમયાંતરે માત્ર ઔપચારિકતા નિભાવતું હોવાની વાતો ચર્ચાતી રહી છે, પરંતુ ઓખે ઉડીને વળગે તેવી હકીકત જે સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી બાબત છે, અને તે છે સેટેલાઇટ તસવીરો ..આ તસવીર દમણગંગા નદી ની છે કે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સ્થાનિક ઉદ્યોગકારો એ કેટલી હદે જાહેર સંપત્તિ નું મોટું નુકસાન કરી નદી ને ગટર માં ફેરવી નાખી તેને સર્વનાશ તરફ ધકેલી દીધી છે. ગુગલ મેપ ઉપર ની આ તસવીર ને લઈને નેતાગીરી તેમજ તંત્ર અને ખોખલા કહેવાતા ડિપાર્ટમેન્ટ ની પોલ ખુલી ગઈ છે,લોકો ના જાન સાથે રમત રમતા તત્વો સાથે જો સબંધીતો આંખે પાટા બાંધી ધૂતરાષ્ટ્ર બની જાય તો શું થાય તેનો આ જીવતો જાગતો નમૂનો છે સત્ય ગ્રુપ દ્વારા સત્ય ને ઉજાગર કરવાના આશય થી આ વાત ને જાહેર મંચ ઉપર લઈ આવવી પડી છે,કોઈ પણ વ્યક્તિ આટલું જાણ્યા પછી ચૂપ બેસી શકે નહીં.
રાષ્ટ્રીય સંપદા ને નુકશાન કરનારા સામે કેવા પ્રકાર ના પગલાં ભરવાના થઈ શકે તે વાત હવે સબંધીતો એ જાહેર માં આપવી પડશે, નહીંતર હવે જનતા જાહેર માં જોડા મારશે તે દિવસો હવે દૂર નથી. દમણ ગંગા નદી કેટલા અંશે કેટલા એરિયા માં પ્રદુષિત થઈ છે તે વાચકો તસવીરો જોઈને જાતે નક્કી કરી શકે છે. વાપી સહિત ના વિસ્તારો માં પ્રદૂસણે મઝા મૂકી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે ત્યારે સબંધીતો આ મામલે શુ પગલાં ભરે છે તેતો સમય જ કહેશે. ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા માં રાચતા સબંધીતો એક થઈ ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે આ ચોંકાવનારા મામલે આગામી સમય માં મામલો દિલ્હી સુધી પહોંચે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે.