રફીક મસાલા ના સાથી હુસેન,પરવેઝ,જાફર ચામાંચીડિયું ક્યાં છે ?
વાપીમાં ઉંચા વ્યાજ વટાવ નો ધંધો કરતો આ ઈસમ ભારે લાગવગ ધરાવતો હોવાની પણ ચર્ચા છે અને તેના કારણે જ આટલો બિન્દાસ બન્યો હોવાનું કહેવાય છે અને ગાંધીછાપ ના જોરે બધાને ખિસ્સા માં રાખતો હોવાની ચર્ચા છે.
રફીક મસાલા તેમજ હુસેન,પરવેઝ,જાફર ચામાંચીડિયું વગરે ની ટોળકી વાપી વિસ્તારમાં સટ્ટા બજાર માં સામ્રાજ્ય ઉભું કરી બે નંબર ના પૈસા બનાવવામાં લાગેલો છે.
વ્યાજે પૈસા આપીને બાદ માં પઠાણી ઉઘરાણી કરતા તત્વો વલસાડ જિલ્લા માં સક્રિય થયા છે આ વાત હવે ખુલ્લી પડી ગઈ છે ત્યારે આ રફીક મસાલા ના બે નંબર ના ધંધા અને તેના દુબઈ સુધીના કનેક્શન અંગે ની તપાસ જરૂરી છે.
વાપી માં ગેરકાયદે વ્યાજ વટાવ અને સટ્ટા બજાર માં મોખરા નું સ્થાન ધરાવતો રફીક મસાલા અને તેના સાગરીતો ની હરકતો અંગે ઉઠેલી ફરિયાદો વચ્ચે તેની સામે ખાસ કાર્યવાહી નહિ થતા રફીક બિન્દાસ બની ગયો છે.
વાપીના ગોલ્ડન-2 ખોજા સોસાયટીમાં રહેતા માસૂમ વસાયા ને રૂ.20,000 ના વ્યાજ વસુલાત માટે રફીક મસાલા ,ભરત હંસારા સહિત ચાર ઈસમો એ અપહરણ પાસેથી રૂ.20,000 સામે 4 લાખ ની ઉઘરાણી કરનાર આ ઈસમો કાર લઈ ગયા ની ઘટના અંગે ની ફરિયાદ બાદ
આ બાબતે સુરત રેન્જ આઈજી અને સ્થાનિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી.
જોકે,ઊંચા વ્યાજે નાણાં ની ધીરનાર કરનાર બિન્દાસ બનેલા આ તત્વો એ બેનંબર ના મોટા પ્રમાણ માં નાણા બનાવ્યા હોવાની વાત છે અને સટ્ટા બજાર માં પણ તેઓના કારનામાં બહાર આવી રહ્યા છે અને યુરોપ ની ટુર કરાવી કસીનો માં લઇ જઇ લાખ્ખો રૂપિયા નો ખેલ પાડતા હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ રફીક મસાલા આ વિસ્તારમાં ભારે વિવાદી બની ગયો છે.