શ્રીશોલ કંપનીમાં પ્રદૂષણ સબંધી સેમ્પલો લેવાયા
જીલ્લા કલેકટર વિભાગની સબંધિત ટીમે પાણીના નમુના લઇ જીપીસીબી ને સોપાયાઃ રીપોર્ટ બાદ થશે કાર્યવાહી
વલસાડ નજીક નેશનલ હાઇવે નં-૮ ઉપર રોલા ગામે આવેલી શ્રીશોલ કંપની સામે પ્રદૂષણ મામલે ફરીયાદો ઉઠતા આ અંગે સત્ય ડે દૈનિક અખબાર અને સત્ય ન્યુઝ ચેનલમાં લોક લાગણીને વાચા અપાતા જીલ્લા કલેકટર એ તેની ગંભીર નોંધ લઇને કંપનીમાં તપાસ માટે તરત જ ટીમ રવાના કરતા જવાબદારો દોડતા થઇ ગયા હતા અને સબંધિત વિભાગ દ્વારા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આ સેમ્પલો વાપી ખાતે આવેલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ સોંપવા જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત વલસાડ ડીડીઓ દ્વારા પણ રોલા ગ્રામ પંચાયતમાં સબંધિત દસ્તાવેજા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
શ્રીશોલ કંપની સામે પ્રદૂષણ મામલે ભારે હોબાળો ઉઠ્યો છે અને આસપાસના ગામોમાં ફરીયાદો ઉઠતા આ અંગે અહેવાલો પ્રસારીત કરતાં તપાસના ચક્રો ગતિમાન થયા છે.