દમણથી સુરત તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહેલા બૂટલેગર અંગે બાતમી મળતા વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડ પારનેરા હાઇવે ઉપર શુગર ફેક્ટરી પાસે કાર નં. GJ-15-CF-3672 ને અટકાવી ચેક કરતા તેમાં બનાવેલા ચોર ખાનામાંથી 128 બોટલ દારૂના જથ્થા સાથે કારના ચાલકની ધડપકડ કરી હતી.
જોકે, આ પ્રકરણમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે હાલ કોરોના ની મહામારી માં સુરત,અમદાવાદ, મહારાષ્ટ્ર ના વાહન ચાલકો પાસે થી RT-PCR રિપોર્ટ ફરજિયાત હોય સુરતી બુટલેગર દ્વારા આમાંથી બચવા વલસાડ પારસિંગ ની ગાડી નો ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે.
સુરત માં પોતાની સાળીના લગ્ન હોય દમણ થી રૂ.45 હજાર ની કિંમત ની 128 નંગબોટલ દારૂ ખરીદી લઈ જતો હોવાનું ખુલ્યું હતું પોલીસે દારૂ કિંમત રૂ 45 હજાર અને કાર મળી કુલ 4.45 લાખના મુદ્દામાલ સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન દમણમાં RT-PCR ટેસ્ટ ફરજિયાત હોવાથી આરોપીએ મિત્રની વલસાડ પાસિંગની કાર મેળવી સાળીના લગ્ન માટે દારૂનો જથ્થો લઈ જતો હોવાનું ખુલ્યું છે કારણ કે વલસાડ પારસિંગ ની ગાડી હોય તો કોઈ રિપોર્ટ માંગતું નહિ હોવાની વાત સામે આવી છે.