શહેર માં બુટલેગરો બન્યા બેફાન, રઈસ ઈન વલસાડ
શુ એસ.પી.શાહેબ આ તરફ ધ્યાન આપશે ???
વલસાડ તા.31 : ગાંધી ના ગુજરાત માં દારૂ શબ્દ સાંભળતા નેતા,પોલિટીસન,પોલીસ,ના કાળા કામો બહાર આવતા હોય છે . સરકારી રેકોડ મુજબ ગાંધી ના ગુજરાત માં વર્ષ ની અંદર 100કરોડ થી વધુ માત્રામાં દારૂના જથ્થા ને ગેરકાયદેસર રીતે સપ્લાય કરતા હોય છે જેમાં મોટા ભાગે ખાખી વર્દી માં છુપાયેલ બુટલેગર સમાન પોલીસ બાબુ જ હોય છે . દમણ, થી ગુજરાત માર્ગે કચિગામ,મોહન ગામ ફાટક,પાતલીયા,તથા દરિયાઈ માર્ગે વલસાડ શહેર ની અંદર કરોડો રૂપિયા નો દારૂ નો જથ્થા ને ઘુસાડવામાં આવે છે જેમાં વલસાડ રૂરલ પોલીસ અને શહેર પોલીસ ના જવાનો ની ભૂમિકા પણ હોય છે. ત્યારે વલસાડ શહેર ની અંદર ચાલતા બુયલેગરો ના અડ્ડા પર શું એસ.પી.સાહેબ ધ્યાન આપશે તે સવાલ ઉછળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમય થી વલસાડ સી.ટી. પોલિસ મથક માં લાગતા વિસ્તરો માં બિન્દાસ પોલીસ રેહમ નજર હેઠળ દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે જેમાં શહેરના બેચર રોડ, છીપવાડ,મોગરવાડી,હનુમાન ફળીયા,હાલાર,ધોભીતલાવ,શહીદ ચોક,સુઘડ ફળીયા,વાવડી,વલસાડ પારડી,કૈલાસ રોડ,શાકમાર્કેટ,જેવા વિસ્તારો માં બિન્દાસ રીતે 15થી વધુ દારૂ ના અડ્ડા ચલાવતા માથાભારે બુટલેગરો ના હવાલે વલસાડ શહેર બની ગયું હોય ટેવહ પ્રતીક થઇ રહ્યું છે, સાથે હાલ ના સમય માં ચાલી રહેલ રઈસ ફિલ્મ જોઈ આવા લૂખા બુટલેગરો નાનામોટા ક્રાઈમ કરી પોલિસ ને ખુલી ચેતવણી આપી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે .
જ્યારે આ અંગે અમારી ટીમે સર્ચ ઓપરેશન કરી અંદર સુધી વાત જાણવાની કોશિશ કરી તો વલસાડ સી.ટી. પોલીસ ના મોટા ભાગના ખાખી વર્દી ના બુટલેગરો જ જાણે વલસાડ માં દારૂ ના હપ્તા લઈ દારૂ વેચવાનું લાયસન્સ બુટલેગરો ને આપી દીધું હોય તેવું માહિતી મળી રહી છે . ત્યારે વલસાડ સી.ટી. પી.આઈ વી.જે.વ્યાસ સાહેબ અને જિલ્લા એસ.પી.સાહેબ જરા આ તરફ ધ્યાન આપી શહેર માં ચાલતા આવા ખુલ્લા દારૂના અડ્ડા બંધ કરાવી પોતાની ફરજ નિભાવે તેવી શહેરની જાગૃત નાગરિકો માં માંગ ઉઠી છે.