વલસાડના ઇલવા ગામની અંદર એક વાડીમાંથી 11ફૂટ લાંબો અજગર પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, આ સાપ ઇલવા દેસાઈ ફળીયામા એક વાડીની અંદર ઘાસના ભરેલા પૂળાની અંદર દરની અંદર એક સ્થાનિક ખેડૂતને દેખાતા મોટી સંખ્યામાં ગ્રામજનો આ અજગરને જોવા ઉમટી પડ્યા હતા જ્યાં વલસાડ જીવ દયા ગ્રુપના મહેશ ચૌહાણનો સંપર્ક કરતા તેમને ભારે જેહમદ બાદ આ અજગરને બહાર કાઢી ચણવાઈ ફોરેસ્ટ વિભાગમાં સોંપ્યો હતો.