એકતા ગ્રુપ કરશે 26 તારીખે ગરીબ પરિવારની ક્રિકેટ ના મંચ પરથી સહાય
વલસાડના રીક્ષા ચાલક પિતાને પેરેલસીસ થયા બાદ આર્થિક રીતે સંકટમાં આવી પડેલા પરિવારને ઉગારવા માટે 15 વર્ષના કિશોર એ ઘર પરિવાર ની જવાબદારી ઉઠાવવા માટે ચોરી છુપે રીક્ષા ચાલવી શાકભાજી માર્કેટમાં મજૂરી કરી અને આખરે આ પરિવારની વહારે આવ્યું રીક્ષા એસોસીએશન અને વલસાડ એકતા ગ્રુપ.
શુ હતી કિશોરની દર્દીલી દસ્તાન જોઈએ એક રિપોર્ટ
તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ 15 વર્ષનો યુવકે તેની નાનકડી ઉંમર માં પોતાના શોખ છોડીને પરિવારની જવાબદારી સ્વીકારી છે તેનાથી નાના બે બહેન એક ભાઈ અને બિછાને પડેલા લકવાગ્રસ્ત પિતા અને કાને સાંભળી ના શક્તિ તેની માતા ના ઈલાજ ઘર નું ગુજરાન ચલાવવા આ કિશોર ખૂબ હિંમત પૂર્વક આર્થિક સંકટ નો સમનો કરી રહ્યો છે કલિયુગ માં શ્રવણ કહી શકાય એવો આ પુત્ર હાલ તો લોકો માટે એક ઉદાહરણ બની રહ્યો છે.
વલસાડના અબ્રામા વસંત ફળીયા માં રહેતા પ્રમોદ ભાઈ વાઘેલા તેમાં ચાર સંતાનો સાથે સુખી પરિવાર નું રીક્ષા ચલાવી જીવન ગુજરાન ચલાવતા હતા પરંતું દોઢ વર્ષ પહેલાં વલસાડ માં બજાર માં રીક્ષા ફેરવતા સમયે જ તેમને માથાના ભાગે દુખાવો ઉપડતા તબિયત લથડી અને શરીરે પેરલેલીસ થઈ જતા કરોડરજ્જુની નસ દબાઈ ગઈ અને તેઓ બેસવા બોલવા ચાલવા માટે અસમર્થ થઈ ગયા આવા સમયે પત્ની પણ કાને સાંભળી શકે એમ નોહતી જેથી પરિવાર ખૂબ આર્થિક સંકટમાં આવી ગયું પરંતુ પ્રમોદ ભાઈનો 15 વર્ષીય પુત્ર શિવમ ઉર્ફે શિવો પોતાના પરિવારને આર્થિક સંકટ માં જોઈ શકે એમ નો હતો વળી લોકો પાસેથી ઉછીના લાવી ને પણ પરિવાર કેટલા દિવસ સુધી ગુજરાન ચલાવે જેથી શિવા એ દિવસ દરમ્યાન સ્કૂલમાં જવાનું અને રાત્રી તેમજ વહેલી પરોઢિયે શાક માર્કેટમાં લારી ઉપર કામ કરી ને રોજ ના 100 રૂપિયા કમાવવા નું શરૂ કર્યું પરંતુ પિતાની સારવાર નો ખર્ચ મહિને 3000 હજાર અને ઘર નું ગુજરાન ચલાવવા નો ખર્ચ 2500 કેમે કરી ને તે પોહચી શકે એમ નોહતું જેથી એક દિવસ રાત્રી ના આ યુવકે ઘરને આંગણે ઉભેલી રીક્ષા પોતેજ બહાર કાઢી અને રાત્રે ભાડા કરવાનું શરૂ કર્યું અને પોલીસ ને હાથે પકડાઈ ગયો પોલીસે લાયસન્સ માગ્યું અને તે મુંઝાયો તેને પોલીસ સમક્ષ પરિવાર ની હકીકત કહી અને પોલીસે ઘરે જઈ ને જોતા તેઓ પણ પરિવાર ની હાલત જોઈ ને ખૂબ પ્રભાવિત થઈ આર્થિક મદદ કરી અને એમ પણ કહ્યું કે તારી ઉંમર નાની હોવા થી તું રીક્ષા ફેરવી નહીં શકે .
પરિવારની આવી સ્થિત માં પુત્ર ધર્મ બજાવતા આવા શ્રવણ જેવા પુત્ર ની મદદ માં વલસાડ રીક્ષા એસોસિએશન આગળ આવ્યું અને આર્થિક મદદ કરી તો આગામી તારીખ 26 જાન્યુઆરી ના રોજ વલસાડ એકતા ગ્રુપ દ્વારા પણ આંતર જ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થતી આર્થિક મદદ પરિવારને કરશે. તો અન્ય સંસ્થા અને દાતા ઓને પણ આપીલ કે આ પરિવાર ને સહયોગ કરે જેથી ત્રણ ભાઈઓનું ગુજરાન ચાલ્યા કરે.