વલસાડ માં આજે સવારે 9 કલાકે તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મત ગણના શરૂ થઈ છે.
વલસાડ જિલ્લા માં કુલ 302 ગ્રામ પંચાયતો ના ઉમેદવારો નું ભાવિ આજે સ્પષ્ટ થશે.
વલસાડ જિલ્લા ના તમામ તાલુકાઓ માં મતદાન કેન્દ્રો માં અલગ અલગ હોલ માં મતગણતરી થઈ રહી છે.
જેમાં દરેક હોલ માં 1 સુપર વાઇઝર , 2 મદદનીશ ચુંટણી અધિકારી, આર. ઓ અને 10 કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહયા છે.
હોલ માં અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા બેલેટ પેપર ની ગણતરી શરૂ થઈ છે.
વલસાડ જિલ્લા ના 6 તાલુકા મથકો એટલે કે વલસાડ , ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ તાલુકા મથકો પર મતગણતરી નો પ્રારંભ થઇ ચુક્યો છે.મતગણતરી માટે 700 કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે.
મત ગણતરી કેન્દ્રો બહાર પરિણામો જાણવા ઉમેદવારો ના સમર્થકો અને લોકો ની ભીડ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લાના 6 તાલુકાના કાઉન્ટર સેટન્ટરો પર મોડી રાત સુધી મતગણતરી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ના 7 લાખ 87 હજાર મતદારો માંથી 72 ટકા મતદારો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો છે અને જિલ્લામાં 71.04 ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે મતદારો માં પણ ભારે ઉત્સુકતા નો માહોલ છે.