વલસાડ પોલીસ નો ઉપર ઉપરી બીજો રકદાન કેમ્પ કાબિલે તારીફ રહ્યો. રક્તદાન અંગે લોકો માં જાગૃતિ ફેલાવવા માટે વલસાડ પોલીસ દ્વ્રારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે હજુ થોડા દિવસ પહેલા વલસાડ માં ટ્રાફિક જાગૃતિ સપ્તાહ દરમ્યાન વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન શિબિર નું સફળ આયોજન કરાયુ હતું ત્યારબાદ આજરોજ ફરી એકવાર વલસાડ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. વલસાડના સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીએસપી સુનિલ જોશી ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી મનોજ ચાવડા અને સીટી પોલીસ મથકના પીઆઈ દેસાઈ ના સંયુક્ત પ્રયાસો હેઠળ યોજાયેલ રક્તદાન શિબિર માં પોલીસ અધિકારીઓ , કર્મચારીઓ સહિત વલસાડ ના રીક્ષા એસોસિયન તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ ઉપસ્થિત રહી રકતદાન કર્યું હતું
Saturday, May 18