Kaprada કપરાડા તાલુકાના ઉમલી, કેતકી, કાસ્ટોનિયા ત્રણ ગામની ગ્રુપ ગ્રામ પંચાયતના મકાનો શોભાના ગાંઠિયા સમાન
- છેલ્લા ઘણા સમયથી પંચાયત મકાનમાં તલાટી કમ મંત્રી સહિત કર્મચારીઓ પણ હાજર રહેતા નથી
- અરજદારોએ નાના નાના કામ અર્થે છેક ૪૦ km કપરાડા સુધી લંબાવવું પડે છે
- ઘણા લાંબા સમય થી પંચાયતના મકાનો બંધ રહેતા ધીરે ધીરે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે
- અધિકારીઓની લાલિયાવાડીને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે
Kaprada: કપરાડા તાલુકાના ઉમલી કેતકી સહિત કાસ્ટોનિયા ત્રણ ગ્રુપ ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી તલાટી કમ મંત્રી હાજર ન રહેતા ત્રણ ગ્રુપ ગ્રામ પંચાયતના મકાનો બંધ જાેવા મળે છે પંચાયતના મકાનનો નિભાવ ન થતા તમામ મકાનો ધીરે ધીરે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે પંચાયતો બંધ રહેતા સ્થાનિકોને નાના નાના કામ માટે છેક કપરાડા સુધી લંબાવવું પડે છે અધિકારીઓની લાપરવાહીને કારણે પંચાયતના મકાન શોભાના ગાંઠીયા સમાન ભાસી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના
કેતકી ઉમલી અને કાસ્ટોનિયા ત્રણ ગામની ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે પંચાયત મકાનમાં તલાટી કમ મંત્રી હાજર ન રહેતા તેમજ કોઈ કર્મચારી પણ દેખાતા નથી આથી સ્થાનિક ગામવાસીઓએ નાના-મોટા કામ માટે ૪૦km સુધી જવું પડે છે અને અરજદારનો આખો દિવસ પસાર થઈ જાય છે અને રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે અધિકારીઓની બેદરકારીને કારણે આજે કરોડોના ખર્ચે બનાવેલ ત્રણ ગ્રુપ ગ્રામ પંચાયત બંધ હાલતમાં જાેવા મળે છે છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેતા મકાનો ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે આ પંચાયતના મકાનો શોભાના ગાંઠિયા સમાન ઊભા છે.
સરકારે ગરીબ આદિવાસીઓના કામો ઘર આંગણે થાય અને પૈસા અને સમય બચે એવા હેતુથી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરોડોના ખર્ચે પંચાયતના મકાનો બનાવ્યા છે પરંતુ અધિકારીઓની લાપરવાહીને કારણે સરકારની મિલકતો જર્જરીતાના આરે ઉભી છે અને અધિકારીઓની મન માનીને કારણે સરકારની છબી પણ ધૂંધળી થવા પામે છે.
સ્થાનિકો જણાવી રહ્યા છે તાલુકાની ગ્રામ પંચાયત પર તલાટી બેસતા નથી એની તપાસ કરી સત્વરે પંચાયતમાં તલાટી બેસે એવી વ્યવસ્થા કરવામાં આવે અને અરજદારોને અન્ય સુવિધા આપવામાં આવે એવી માંગ કરી છે