વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથક ૪૦ જેટલા પીધેલાઓને ઝડપી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પાડ્યો ભંગ
આજે થર્ટી ફર્સ્ટના દિવસે દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા અને દારૂની મોજ માણવા જતા દારૂ શોખીનોને પકડવા માટે વલસાડ પોલીસે તમામ સ્થળોએ નાકાબંધી કરી છે ત્યારે આ નાકાબંધીમાં પારડી પોલીસને મોટી સફળતા મળી છે પારડી પોલીસે કલ્સર પોલીસ ચેકનાકા પાસેથી દમણથી દારૂ પીને પરત ફરતા ૪૦ જેટલા શરાબ શોખિનો ને ઝડપી પાડયા છે થર્ટી ફર્સ્ટની ઉજવણી ના દિવસે ચાલુ વર્ષે બાય બાય કરવા અને 2018 ને વધાવવા આ યુવાનો દમણમાં દારૂની મોજ માણવા ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પકડવાની ચાલી રહેલી ઝુંબેશમાં આબાદ રીતે ઝડપાઇ ગયા હતા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પકડાયેલા પિયક્કડ તમામ યુવાનો છે અને તેઓને સુરત અને બરોડા બાજુના હોવાનું જાણવા મળ્યું છે શરાબ શોખિનો દમણમાં શરાબનો શોખ પૂરો કરવા અને દમણના સ્થળોએ ફરવા માટે આવ્યા હતા જેઓ પરત ફરતી વખતે પાર્ટી પોલીસના હાથે ઝડપાયા બાદ તેમાં મોટાભાગના નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છેકે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોના લોકો દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે આવતા હોય છે અને પરત ફરતાં નશાની હાલતમાં વાહન અકસ્માતો સર્જાતા હોય છે તેમજ હાઇવે ઉપર મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા વલસાડ પોલીસ તમામ ચેકનાકા ઉપર સજજ થઇ છે પારડી સહિત ડાભેલ ચેકપોસ્ટ પાતળિયા ચેક પોષ્ટ કચીગામ ચેકપોસ્ટ ભીલાડ ચેકપોસ્ટ સહિતના ચેકનાકા ઉપરથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શરાબ પીધેલાં લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે વલસાડ જીલ્લાના 90 ટકા જેટલો પોલીસ સ્ટાફ હાલ દારૂ પીધેલા ઓને પકડવામાં કામે લાગ્યો છે.
[slideshow_deploy id=’24935′]