વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે રહેતા અલગ અલગ પરિવારના 4 બાળકો રમી રહ્યા હતા.રમતા રમતા બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત શરૂ કરી દીધી હતી. તે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું.ઘરમાંથી બાળકો રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.રમતા રમતા બેભાન થઈ જતા પરિવારના સભ્યોને જાણ થતાં પરિવાર તેમને આજુબાજુમાં તપાસ કરતા તેમને ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા.
જેથી તાત્કાલિક સારવાર અર્થે 4 બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતાસમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.