વલસાડમાં સમગ્ર જીલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જે દરમ્યાન મટોલી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મટોલી ચાર રસ્તા પાસે પી આઈ એલ જી ગામીત તથા પ્રાઈમ સ્પોટના અધિકારી કર્મચારીઓ વાહન ચેકિંગ દરમ્યાન એક ટવેરા ગાડી નંબર DD 03J 0787માંથી ત્રણેક ઈસમોની પુછપરછકરતાં તેમની પાસેથી વાહનમાંથી રૂપિયા ૫,00000 રોકડા મળ્યા હતા
જે સંદર્ભે વધુ પૂછ પરછ કરતાં તેમની પાસેથી કોઈ આધારભૂત માહિતી મળી ન હતી. તેમની પાસેથી મળેલા રૂપિયા ૫,00000ને જપ્ત કરી ઇન્કમટેક્ષ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રૂપિયા ૫,00000માં 500ના દરની 422 નોટ 100ના દરની 70 નોટ આમ કુલ 5 લાખ રોકડ મળી આવી હતી.