વલસાડ એ દારૂ ના ધંધા નું હબ ગણાતું હોવાના અહેવાલો અગાઉ પણ અનેકવાર મીડિયામાં આવી ચુક્યા છે અને બુટલેગરો નવા નવા અખતરા કરી દારૂ ની ટ્રીપ મારતા હોય છે ત્યારે વલસાડમાં પોલીસે હેન્ડિકેપ બૂટલેગર ને ઝડપી લીધો હતો. વલસાડ પોલીસ ના પરેશભાઈ ડી સ્ટાફના સંજયભાઈ રાજકુમાર ઉપાધ્યાય વગેરે ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર 48 પર લાડલી હોટલ પર ચેકીંગ પર હતા તે દરમ્યાન ડુંગરી છરવાડા ના ભરદિય ફળિયામાં રહેતા અરુણ નટુ પટેલ એવિયેતાર નંબર પ્લેટ વગર નું મોપેડ લઈ પસાર થઈ રહ્યો હતો જેથી શંકા ના આધારે રોકતા મોપેડ માંથી સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. અરુણ દિવ્યાંગ છે એક પગે હેનડીકેપ છે તેમ છતાં દારૂ ની હેરાફેરી કરતા ઝડપાઇ ગયો હતો.
Saturday, May 18