Dharampur ધરમપુર તાલુકાના પોંઢા જંગલ ગામની આંગણવાડી અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે જર્જરીત હાલતમાં
- આંગણવાડી નો મુખ્ય દરવાજો ગાયબ છે શૌચાલયની હાલત બત્તર
- આંગણવાડીમાં અંદાજે 45 બાળકો અભ્યાસ કરે છે પરંતુ જર્જરિત હાલતને કારણે બાળકો હેલ્પર મહિલાની ઘરે બેસી અભ્યાસ કરે છે
Dharampur ધરમપુર તાલુકાના પોંઢા જંગલ ગામની આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં છે આમાં અભ્યાસ કરતા બાળકો આંગણવાડીની મહિલા હેલ્પરની ઘરે બેસી અભ્યાસ કરી રહ્યા છે, આથી બાળકોનું ભાવી પણ અંધકાર તરફ જઈ રહ્યું છે. બાળકોને સમયસર અભ્યાસ પણ કરાવવામાં આવતો નથી તેમ જ નાસ્તો પણ સમય પર મળતો નથી. આવી કપરી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે જિલ્લા અને તાલુકાના આઈસીડીએસ અધિકારી ઘોર બેદરકારીને કારણે આવી પરિસ્થિતિ સર્જાવા પામી છે આ અંગે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ જવાબદાર અધિકારીઓ રજૂઆત પ્રત્યે ધ્યાન આપતા નથી નું સ્થાનિકો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સરકાર દ્વારા ધરમપુર અને કપરાડા તાલુકામાં
ગરીબ આદિવાસી બાળકોના ઘડતર માટે ગામોમાં કરોડોના ખર્ચે તમામ સુવિધા સાથે આંગણવાડી બનાવી છે, અને એની જવાબદારી જિલ્લા અને તાલુકા સંબંધિત વિભાગને આપી હતી પરંતુ જવાબદાર અધિકારીઓની બેદરકારી અને લાલિયા વાડીને કારણે મોટાભાગની આંગણવાડીઓ જર્જરી હાલતમાં જોવા મળે છે. આવી જર્જરીત આંગણવાડી ધરમપુર તાલુકાના પોંઢા જંગલ ગામે આવેલ છે, જેમાં આંગણવાડીનો મુખ્ય દરવાજો નથી એની જગ્યાએ કાંટાળુ ઝાડ મૂકી બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ સૌચાલય પણ તૂટેલી હાલતમાં છે અને અત્યંત ખરાબ હાલતમાં છે.
અંતરિયાળ વિસ્તાર છે ડુંગરાળ અને ઘાટ ચડવાના આવે છે અને બહુધા આદિવાસી ધરાવતો વિસ્તાર છે, અને ગરીબ આદિવાસી બાળકો માટે સરકારે લાખો રૂપિયા ખર્ચે આંગણવાડીનું મકાન બનાવ્યું હતું અંદાજે 45 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. પરંતુ આંગણવાડી જર્જરીત બનતા તમામ બાળકો હાલ આંગણવાડીની મહિલા હેલ્પર ને ઘરે ભણી રહ્યા છે. આ સંદર્ભે ICDS વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ કોઈ કાર્યવાહી આજ સુધી કરી નથી જવાબદાર અધિકારીઓએ સમયસર આંગણવાડી ની વિઝીટ કરી હોત તો આજે આંગણવાડીની આવી દુર્દશા ન થાત.
અધિકારીઓ માત્ર કચેરીમાં બેઠા બેઠા પોતાની ફરજ નિભાવી રહ્યા છે
અધિકારીઓ આંગણવાડીની જર્જરીત હાલત થવા છતાં સ્થળ મુલાકાતે જતા નથી નું સ્થાનિકો જણાવી રહ્યા છે ધરમપુર તાલુકાના 108 ગામની આંગણવાડીઓની હાલત ખરાબ છે બાળકો માટે કોઈ સુવિધા નથી જે સુવિધા છે તે ઉપયોગી નથી અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આંગણવાડીઓની હાલત જર્જરીત થવા પામી છે