અમેરિકાની એક સંસ્થા છે, જે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને ગેંગરેપની ટિપ્સ સર્ચ કરતી અથવા તો ડાઉનલોર્ડ કરતી વ્યક્તિઓ પર ઓનલાઇન નજર રાખવાનું કામ કરે છે. ગૃહ વિભાગની સાઈડ પર ઓનલાઇન પોર્ટલ પર થયેલી ફરિયાદના આધારે જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના મેસેન્જરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના અશ્લિલ વીડિયો, ફોટા કે પછી સાઈટની લિંક શેર કરવાનું રેકેટ વલસાડથી ઝડપી પાડ્યાં છે. મુંબઈના 2 ઈસમો સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લિંક, ફોટા કે વીડિયો ફેસબુકના મેસેન્જરથી શેર કરતો યુવક વલસાડ છે તેમ જાણવા મળ્યું છે. આ ખબર મળતા જ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ તથા રેલવેઝ સાઇબર ક્રાઇમની તપાસ બાદ ગૃહ વિભાગે વલસાડ LCBને તપાસ સોંપી દીધી હતી. આ કૃત્ય કરનારને ફેસબુક આઈડી ઉપયોગ કરતા 23 વર્ષીય યુવકને ગુંદલાવ બ્રિજ નીચેથી LCBએ ઝડપી પાડ્યો હતો.
Sunday, May 19