વલસાડ નગરપાલિકાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે. આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દીને ભાજપ પક્ષ અને અપક્ષ ઉમેદવારો ની લાંબી કતાર કલેક્ટર કચેરીએ લાગી ગઈ હતી. વલસાડ નગરપાલીકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ પક્ષે ટિકિટ વેચણીમાં વાહલા દવલાની નીતિ અપનાવી હોવાની પણ ભારે બુમરાણ ઉઠવા પામી છે.
ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોની પણ અવગણના કરવામાં આવી છે. જનસંઘના સ્થાપના સમયથી પાર્ટી ને વફાદાર રહેનાર જાહેરજીવનમાં રહી લોકસેવા,સમાજસેવામાં સત્તત ત્રણ પેઢીથી સક્રિય પાંડે પરિવારની પણ ભાજપ પક્ષે અવગણના કરતા આજરોજ વોર્ડ નંબર 5માંથી પાંડે પરિવારના પુત્રવધુ અરુણા દિવ્યેશ પાંડેએ એમની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપના ગઢ સમાન ગણાતા અને એ ગઢને ટકાવી રાખવામાં અત્યાર સુધી સૌથી અહમ ભૂમિકા ભજવનાર પાંડે પરિવારે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપ પક્ષ માટે આ વોર્ડ માં અત્યંત કપરા ચઢાણ છે એવી ચર્ચાઓ ચાલી રહી છે.