વલસાડ ના ઘડોઈ ગામની મહિલા નું કસ્તુબા હોસ્પિટલ માં સંકસ્પદ સ્વાઇન ફ્લુ રોગ થી મોત નિપજતાં સમગ્ર પંથક માં ચકચાર મચી જાવા પામી હતી.
વલસાડ સહિત સમગ્ર દેશ અને દુનિયા મા સ્વાઇન ફ્લુ ના જીવલેણ રોગ થી લોકો મોત ને ભેટી રહિય છે. ત્યારે આરોગ્ય વિભાગ કુંભકર્ણ ની નિદ્રાં મા હોઈ તેમ આ જીવલેણ રોગ ને અટકાવવા માં નિષ્ફળ સાબિત થયું છે. જેને લઇને વલસાડ ના ગ્રામ્ય વિસ્તારના ઘડોઈ ગામ મા દલા ફળિયા માં રેહતા ૪૫ વર્ષીય જ્યોત્સના બેન કનુભાઈ પટેલ ની તબિયત બગડ તાં આજરોજ તેમને વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે ફરજ પર ના તબીબે સંકસ્પદ સ્વાઇન ફ્લુ હોવાનું જણાવ્યુ હતુ. આ બનાવ ને પગલે સમગ્ર વિસ્તાર ના લોકો માં સ્વાઇન ફ્લુ ના જીવલેણ રોગ થી ભય નો માહોલ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સ્વાઈન ફ્લુના રોગ થી વલસાડ મા બે દિવસ અગાઉ એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. અને ગ્રામ્ય વિસ્તાર મા પણ આ રોગ પગ પેસારો કરી રહિયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે ગંભીતાપૂર્વક નોધ લેવાની જરૂર છે.