વલસાડ જિલ્લા ના વાપી નજીક બની ફાયરિંગ ની ઘટના વાપી માં બલિઠા માં રહેતા એક યુવક પર 3 થી 4 જેટલા યુવાનો કાર માં આવી ને કર્યું ફાયરિંગ
વાપીમાં ધોળા દિવસે એક, કારચાલક પર ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વાપીમાં યુપીએલ કંપની નજીક નેશનલ હાઇવે નંબર 8ના બ્રિજ પર આ ઘટના ઘટતા પોલીસે તપાસ હાથ ધરી છે જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.
વાપીમાં બલિઠામાં રહેતા હિરેન પટેલ નામના વ્યક્તિની કાર પર ધોળા દિવસે કેટલાક અજાણ્યા ઇસમોએ ફીયરીંગ કર્યુ હતુ જો કે ફાયરીંગમાં હિરોનનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી છે અને ફાયરીંગ કરનારા 3 થી 4 જેટલા યુવાનો ઝડપી પાડવા નાકાબંધી સહીતની કામગીરી શરૂ કરી છે. હુમલીનો ભોગ બનનાર યુવાન વાપી નજીક બલીઠા ગામે રહે છે અને કામ અર્થે કારમાં બહાર નિકળ્યો હતો ત્યારે કારમાં આવેલા ઇસમોએ ફાયરીંગ કર્યુ હતું. ધોળા દિવસે અને તે પણ જ્યારે પોલીસ થર્ટી ફર્સ્ટની નાકાબંધીમાં ગોઠવાયેલી છે તેવા સમયે ફાયરીંગની ઘટના બનતા, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. અને પોલીસના નાકાબંધીમાં રહેલા ગંભીર છીંડા બહાર આવ્યા છે
[slideshow_deploy id=’24925′]