વલસાડના કર્મશીલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા સી.આર.ખરસાણને ઈ-મેઘ-અર્લી વોર્નીગ સિસ્ટમ પ્રોજેક્ટ માટેના એવોર્ડ આપવા પસંદગી કરવામાં આવી છે. કલેક્ટર ખરસાણ દ્વારા આ પ્રોજેક્ટ અંગે કરવામાં આવેલી નોંધનીય કામગીરીને જ્યૂરી દ્વારા બિરદાવવામાં આવી છે.
પ્રથમ ઈન્ડીયન એક્સપ્રેસ એક્સલન્સ ઈન ગવર્નન્સ એવોર્ડ માટે ઈન્ક્લૂઝીવ કેટેગરીમાં ઈ-મેઘ-અર્લી વોર્નીગ સિસ્ટમ પ્રોજેક્ટ સિસ્ટમ માટે વલસાડના કલેક્ટર સી.આર.ખરસાણની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ પાછલા બે વર્ષ દરમિયાન કરવામાં આવેલી અનુકરણીય કામગીરી બદલ દેશભરના જિલ્લા કલેક્ટરોની સમીક્ષા કરી આપવામાં આવે છે. ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ માટે 250 કરતાં પણ વધુ અરજીઓ આવી હતી. જેમાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ આર.એમ.લોઢાના અધ્યક્ષપદ હેઠળની જ્યૂરી દ્વારા સી.આર.ખરસાણને એવોર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઈન્કલૂઝીવ ઈનોવેશન કેટેગરીમાં ઈ-મેઘ-અર્લી વોર્નીંગ સિસ્ટમ જેવા ઈનોવેટીવ પ્રોજેક્ટ મારફત વલસાડ જિલ્લા માટે કરેલા અર્થપૂર્ણ યોગદાન બદલ કલેક્ટર સી.આર.ખરસાણને સન્માનિત કરવામાં આવ્યા છે.