ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 12 ઓગસ્ટના રોજ વલસાડ અને ડાંગના પ્રવાસે જવા રવાના થશે. બુધવારે વલસાડ અને ગુરૂવારના રોજ ડાંગ જિલ્લાના પ્રવાસે જશે. આ પ્રવાસ પાછળ આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણી સહિતની ચૂંટણીઓ તેમજ સંગઠનમાં ફેરફારનો મુદ્દો પણ સંકળાયેલો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું આવતીકાલે સવારે 9 વાગ્યે વલસાડ જિલ્લાના પારડી ઓડીટોરીયમ ખાતે સન્માન અને અભિવાદન કરવામાં આવશે, ત્યારબાદ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે તેઓ સામાજિક સંસ્થાના અગેવાનો સાથે બેઠક યોજશે.
સવારે 10:15 કલાકેથી મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, વલસાડ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને અગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી જરૂરી માર્ગદર્શન આપશે.આ ઉપરાંત કપરાડા ખાતે પણ તેઓ ભાજપના અપેક્ષિત અગેવાનો સાથે સંગઠનલક્ષી બેઠક યોજશે.