વલસાડમાં એક મોટા ગજા ના જવેલર્સ માલિક ને બચાવી લઈ શો રૂમમાં કામ કરતા કર્મચારી સામે વલસાડ પોલીસે ગુનો દાખલ કરતા આ પ્રકરણ ભારે વિવાદી બન્યું છે. વિગતો મુજબ મહારાષ્ટ્રના મીરા ગામમાં રહેતા અને જ્વેલ કેડ પ્રા.લિ.વીરનાર કંપનીના યોગેશ સદાશિવ જગદાલે એથના એર્ટની અને એન્ટી પાયરસી ઓફિસર પ્રકાશ સોપાન ઇગલે, ટેકનિકલ એક્સપોર્ટ રાજ પ્રસિદ્ધ નારાયણસિંગમેં માહિતી મળી હતી કે વલસાડ શહેરમાં આવેલ જાણીતા શાહ વીરચંદ ગોવનજી નામના જ્વેલર્સની શોપમાં ગેરકાયદેસર રીતે પોતાનું સોફ્ટવેર વાપરતા હોવાની માહિતી મળી હતી. ગઈકાલે રાત્રે વલસાડ સિટી પોલીસ મથક ની ટીમને સાથે રાખી મુંબઈની જ્વેલ કેડ પ્રાઇવેટ તથા વીરનાર કંપનીના કર્મચારીઓએ કિચન બેલેન્સમાં તપાસ કરતા કંપનીનો સોફ્ટવેર તેઓએ સિલ્વર રૂમમાં મુકેલ કોમ્પ્યુટરમાં ફિટ કરેલ સોફ્ટવેર ગેરકાયદેસર રીતે અને કોઈપણ જાતની પરવાનગી લીધા વગર તેનો ઉપયોગ કરતા હોવાનું જણાયું હતું. પરિણામે વીરચંદ ગોવાનજી જ્વેલર્સના માલિક ના બદલે શોપમાં કામ કરતા સામાન્ય કર્મચારી કલ્પેશ કાંતિલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધાતા ભારે રહસ્ય સાથે શંકાઓ ઉભી થવા પામી છે અને પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.
Sunday, May 5