દાનહમાં બહારના રાજયોમાંથી આવતી ટ્રકોના માલિકો/ડ્રાયવરો પાસેથી મોટાપાયે ગેરકાયદેસર ઉઘરાણી થતું હોવાની બૂમ : સરકારને લાખો રૂપિયાનો ચૂનો. ગત સપ્તાહે અથાલ ખાતે ટ્રક ડ્રાયવરને સાગરીતો દ્વારા માર મારીને 10 હજાર રૂપિયા પડાવવાની ઘટનામાં થયેલી FIRમાં નિષ્પક્ષ તપાસ થાય તો એક અધિકારીની સંડોવણી બહાર આવે તેમ છે.
દાનહ RTO વિભાગના કેટલાક કર્મચારીઓ અને અધિકારીની મિલીભગતમાં ગેરકાયદેસર રીતે મોટાપાયે ઉઘરાણું થતું હોવાની બૂમ સમય સમય પર પડતી આવી છે તેનો એક ચોંકાવનારો કિસ્સો હાલમાંજ પ્રકાશમાં આવ્યો છે.
પ્રશાસનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત સપ્તાહે RTO વિભાગના એક અધિકારી અને તેની ટીમ ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવવાના ઇરાદે રાત્રીના સમયે સરકારી વાહન ( દાનહ પાસિંગ વાળી 11 નંબરની જિપ્સી)મા રખોલી વિસ્તારમાં નીકળ્યા હતા. એક જાણીતી અને મોટી કંપનીની ટ્રકને ઉભી રાખવાની કોશિશ કરી હતી પરંતુ ટ્રક ડ્રાયવર ચાલાકી વાપરીને અહીંથી ભાગી છૂટવામાં સફળ થયો .ત્યારબાદ આ અધિકારીએ એની રહેમનજર હેઠળ કામ કરતા મુસ્લિમ સાગરીતોનો સંપર્ક કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે ચાર જેટલાં સાગરીતોએ ભેગાં મળી આ ટ્રકને અથાલ ખાતે રોકી હતી .અને ટ્રક ડ્રાયવરને માર મારી 10 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટર દ્વારા ફરિયાદ થતાં સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લઇ FIR થતાં એક મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ ફરાર છે. ધરપકડ થયેલ વ્યક્તિ અને ફરાર છે તેઓ RTOના એક અધિકારીના સાગરીત હોવાની ચર્ચા થઇ રહી છે.
હવે આ સમગ્ર બનાવની બારીકાઈથી તપાસ કરવામાં આવે અને CCTV કૉલ રેકોર્ડ અને મોબાઈલ લોકેશન જો આ અધિકારીનું ચેક કરવામાં આવેતો સત્ય હકીકત બહાર આવે તેમ છે સાથે સાથે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડનારાનો પર્દાફાશ થઇ શકે તેમ છે. પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચાલવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં ઝીણવટથી તાપસ થવી જોઇએ તેવી માંગ ઉભી થવા પામી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.