વલસાડ માં એક એવી અજીબ ઘટના જોવા મળી કે શ્રમિકો પણ વિચારતા થઈ ગયા કે કે ભાઈ ભાડું આપ્યું કોંગ્રેસે અને ટ્રેન ને વિદાય આપી રહ્યા છે ભાજપ વાળા…. !! આ માટે થોડા દિવસ પાછળ નજર કરીએ તો
કોરોનાની હાડમારી વચ્ચે અન્ય રાજ્યો માંથી ગુજરાત માં કમાવા આવેલા લાખ્ખો શ્રમિકો ને યોગ્ય સમય નહિ આપી અચાનક લોકડાઉન જાહેર કરી દેવાતાં આવા અસંખ્ય પરિવારો જ્યાં ત્યાં ફસાઈ ગયા હતા કેટલાય જે વાહન મળ્યું તેમાં તો કેટલાય હજારો કિલોમીટર દૂર આવેલા વતન જવા ચાલતા નીકળ્યાં પણ સરકાર નો બીજો આદેશ આવ્યો અને જ્યાં પહોંચ્યા ત્યાંજ હોમ સેન્ટરો માં રાખી દેવાયા અને મોડે મોડે હવે વતન જવા બસ ,ટ્રેન ની છૂટ આપી તો તેઓ પાસે રહી સહી મૂડી પણ ખર્ચાઈ જતા આવા શ્રમિકો ની હાલત અત્યન્ત દયનિય બની ગઈ કે તેઓ ઉપર જે વીતી છે તે ફ્લેટ કે બંગલામાં રહેનાર ને કલ્પના પણ ન હોય તેવી મનોદશામાં આવા અસંખ્ય પરિવારો પોતાની બહેન,દીકરીઓ અને નાના બાળકો ને લઈ ફૂટપાથ કે જ્યાં ત્યાં કોઈપણ સેફટી વગર જે રીતે જોવા મળ્યા જે દ્રશ્ય રડાવી જાય તેવા હતા.
ખૈર વાત કરવી છે હવે મુખ્ય પોઈન્ટ ઉપર કે આખા ગુજરાત માંથી શ્રમિકો ને વતન જવા પરમિશન તો અપાઈ પણ જે લોકો મજૂરી કામ કરતા હતા તેવા ને કઈ ફોર્મ માં ખબર નહિ પડતા નોટબંધી ની જેમ લાઈનોમાં ઉભા રહેતા જોયા તેઓ પાસે પૈસા કે ખાવાનું કે પાણી વગર ટળવળતા રહ્યા અને તે માટે કલેકટર કચેરી ખાતે માંડ એકબીજા ની મદદ થી ફોર્મ ભર્યા સ્ક્રીનિગ કરાવ્યું અને છેલ્લે વાત આવી રેલ ભાડા ની કે બસ ભાડા ની તો હોશ ઉડી ગયા કે હવે શું કરવું ? અને ત્યાંજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી શ્રમિકો પાસે થી લેવાતા ભાડા નો વિરોધ કર્યો અને આ ભાડું કોંગ્રેસે આપવાની જાહેરાત કરતા ખરેખર જરૂયતમંદ શ્રમિકોના મોઢા ઉપર આશાનું નવું કિરણ ચમકયું અને હાલમાં ગુજરાત માં કોંગ્રેસ સેવાકાર્ય કરી રહી છે.
ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ આજ સ્થિતિ હતી શ્રમિકો પાસે પૈસાન હતા રેલવે ભાડાના પૈસા લેવા મક્કમ હતું કાંતો પૈસા આપો કાંતો અહીજ રહો, ભાજપ સરકારે આ બાબતે જાણે મોઢા ઉપર માસ્ક ચડાવી દીધું હતુ અને કઈ બોલતુંન હતું, પણ આજ સમયે વલસાડ ના કોંગી અગ્રણી ગૌરવભાઈ પંડ્યા સહિત ના આગેવાનો બાજી સાંભળી લે છે અને પૈસા વગર નિરાશ થઈ ગયેલાઓ ની ટિકિટ ના ભાડા ની કેશ રકમ સ્થળ ઉપર આપે છે અને જાહેરાત કરે છે કે શ્રમિકો ને દવા કે અન્ય જરૂર હોય તો પણ મદદ કરીશું અને તેઓ મદદ કરે પણછે અને દશ હજાર કે તેથી વધુ જેટલા હોય તે તમામ ને ટિકિટ ભાડું આપવા તૈયાર હોવાનું જણાવતા શ્રમિકો ના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી જોકે ગૌરવભાઈ નું કહેવું હતું કે તેઓના આ સેવાકાર્ય માં સ્થાનિક તંત્ર વાહકો એ સહકાર આપવાને બદલે હેરાન કર્યા હતા.
હવે મજાની વાત તો એ છે કે ઉત્તર ભારતીયો ને તેમના વતન જવા જેવી ટ્રેન આવી ત્યારે જેઓ એ ગરીબ શ્રમિકો ને ટિકિટ ભાડા ની મદદ કરી હતી તે ગૌરવ ભાઈ પંડ્યા સહિત ના કાર્યકરો ટ્રેન માં જતા શ્રમિકો ને વિદાય માટે ત્યાં પહોંચ્યા તો ત્યાં પહેલે થીજ ગોઠવાયેલી પોલીસે તેઓને ગેટ ઉપરજ અટકાવી દીધા અને ધરાર અંદર જવા ન દીધા પણ નવાઈ ની વાત તો એ હતી કે જે લોકો એ શ્રમિકો ને ભાડું નહોતું આપ્યું કે નતો જાહેર માં ક્યારેય અત્યારસુધી મદદ માટે આગળ આવ્યા તેવા ભાજપ ના અગ્રણીઓ ત્યાં પહેલે થી જ હાજર હતા તેઓ ને પોલીસે અંદર જવા દીધા હતા અને તે હતા સાંસદ કે.સી.પટેલ, ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ , ધારાસભ્ય ભરતભાઇ પટેલ,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ ભાઈ વગરે એ ટ્રેન માં જઈ રહેલાઓ ને ભાવભરી વિદાય આપી જશ ખાટવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણ વલસાડ ના રાજકારણ માં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે, પોલીસે તેમની ડ્યુટી બરાબર ની બજાવી હતી અને કોંગ્રેસ ના અગ્રણીઓ ને બહાર કાઢવા સાથે મીડિયાકર્મીઓ ને પણ ભગાડવા માટે પુરી તાકાત લગાવી હતી અને ખાખી નું તાન જોવા મળ્યું હતું , જોકે વાસ્તવિકતા નું ભાન થતા પાછા જમીન ઉપર આવી ગયા હતા, આમ ગરીબો ને મદદ કરી રહેલાઓ માં પણ રાજકારણ વચ્ચે આવતા શ્રમિકો આ વાત ના મુક સાક્ષી બન્યા હતા.