કોંગ્રેસ ની ટી શર્ટ પહેરી ભાવિક પેટલે ભાજપ ના કનું ભાઈ દેસાઈ નું સ્વાગત કરતા ઉઠ્યા અનેક સવાલ ભાજપ માં ખુશી ની લહેર ઉઠી તો કોંગ્રેસ માં વાત નો વંટોળ શરૂ થયો.
પારડી વિધાનસભા બેઠક પર તમામ પાર્ટી ઓએ પોતાનો પ્રચાર કર્યો પરંતુ મહત્વ ની વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કનું ભાઈ ની પ્રચાર રેલી છરવાડા ગામે હતી એ દરમિયાન વલસાડ જિલ્લા પંચાયત ના સભ્ય અને કોંગ્રેસ પીઠ યુવા નેતા એવા ભાવિક પટેલ એ કનું ભાઈ દેસાઈ નું તિલક કરી સ્વાગત કરતા રાજકારણ માં અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે તો બીજી તરફ ભાજપ એ ભાવિક પટેલ એ સ્વાગત કર્યા બાદ પોતાની જીત નો દાવો હજી મજબૂત કર્યો હતો ભાવિક એક કોળી પટેલ યુવા નેતા હોવાથી કનું દેસાઈ ના ખેમાં માં ખુશી ની લહેર ઉઠી છે ત્યારે પ્રથમ તબબકા ના ના પ્રચાર પડઘમ સાંત થયા છે ત્યારે અંતિમ પ્રચાર માં કોગ્રેસ ની ટી શર્ટ પેહરી ભાવિક પટેલ એ કનું ભાઈ દેસાઈ નું સ્વાગત કરતા કોંગ્રેસ પાર્ટી માં પણ ચહેલ પહેલ જોવા મળી છે અનેક વાતો ચર્ચાઈ રહી છે ત્યારે હવે સૌ કોઈ નું ધ્યાન ચૂંટણી ની સાથે સાથે છરવાડા ગામ ન મતદાન પર પણ રેહશે.