[slideshow_deploy id=’25914′]સેલવાસમાં ગઇ કાલે આશાસ્પદ યુવાનની જીતની ખુશી માતમમાં ફેરવાઇ છે. સેલવાસ ખાતે લેવાઈ રહેલી એકસાઈઝ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેવા ગયેલ દમણના યુવકનું ૮૦૦ મીટરની દોડ બાદ મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. દમણનો સુજીતકુમાર નટવરલાલ ટંડેલ નામનો ૨૭ વર્ષીય યુવક સેલવાસમાં હાલ લેવાઇ રહેલી એક્સાઈઝ ગાર્ડની પરિક્ષા આપવા ગયો હતો. પરિક્ષામાં શારીરીક દોડની પરિક્ષા હતી જેમાં આવેલા તમામ પરિક્ષાર્થીઓએ ૮૦૦ મીટરની દોડ પુરી કરવાની હતી. સુજીતકુમાર પણ ૮૦૦ મીટરની દોડ પુરી કરી ક્વોલિફાય થયો હતો. પરંતુ ત્યાર પછી અચાનક તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. જે માટે તેમને પરિક્ષા સ્થળ પર ૨ કલાક આરામ કરવાની ફરજ પડી હતી. જે દરમ્યાન તેમની તબીયત વધુ લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા રસ્તામાં તેમને મોત આંબી ગયુ હતું. અને સુજીત કાયમ માટે આ દુનિયા છોડી જતો રહ્યો હતો. નોકરી માટેની દોડમાં તે ક્વોલિફાયડ થયો હતો પરંતુ યમરાજ સામેની મૃત્યુની દોડમાં તે હારી જતા તેમના પરિવારમાં તેમજ મિત્રવર્ગમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. સુજીતના મોતને લઇને તેમના પરિવારજનોમાં તેમજ કુટુંબીજનોમાં ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. કુટુંબીજનોનું માનવું છે કે આ પરિક્ષા તેમના પ્રદેશમાં હોત તો જરૂર આ બે કલાકમાં સુજીતને બચાવી શક્યા હોત
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.