BREAKING NEWS
Cyclone Phyan એ જોર પકડ્યું છે અને હવામાન ખાતા એ મોડી રાત્રે મુંબઇ અને દક્ષિણ ગુજરાત માટે એલર્ટ જાહેર કરેલ છે. મુંબઈથી 250 કી મી અને
રત્નાગીરીથી 130 કી મી દૂર સમુદ્રમાં વાવાઝોડું કેન્દ્રિત થયેલ છે. અત્યારે 70 થી 80 કી મી ઝડપે આ વાવાઝોડું ફૂંકાય રહ્યું છે અને કાલે બુધવારે મોડી સાંજે અથવા રાત્રે દક્ષિણ ગુજરાત ના વલસાડ અને પૂર્વ મહારાષ્ટ્રના અલીબાગ વચ્ચેથી પસાર થશે..
જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને કોંકણ ગોઆ તથા મધ્ય મહારાષ્ટ્ર માં 10 ઇંચ સુધીનો ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. લેટેસ્ટ ઇન્સેટ તસ્વીરમાં સ્થિતિ જોઈ શકાય છે..