દમણ:આગામી ચોમાસાને ધ્યાનમાં રાખતા દમણ પ્રશાસન દ્વારા લોકોની સવલત માટે હવામાન અંગે વરસાદ અને કુદરતી આફતો જેવી કે વાવાઝોડું તોફાન અંગેની મહત્વની જાણકારી મળી રહે તે માટે દમણ કલેકટર કચેરી ખાતે ફલડ કંટ્રોલરૂમ તારીખ ૧-૬-૨૦૧૮ થી તારીખ ૩૦-૯-૨૦૧૮ સુધી ૨૪ કલાક કાર્યરત કરવામાં આવશે જે દમણની સમાન્ય જનતાના હિતમાં રહેશે
દમણ કાલેકટર કચેરી ખાતે ચોમાસાને ધ્યાને લઇને ફલડ કંટ્રોલરૂમ શરુ કરવામાં આવી રહ્યો છે જેના દ્વારા ચોમાસા દરમ્યાન દમણના વિવિધ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી અંગેની જાણકારી લોકો પ્રસાસનને આપી શકશે તો સાથે સાથે માર્ગ બ્લોક થવા કે હવામાન અંગેની આગાહી પણ ફલડ કટ્રોલરૂમ ઉપરથી જાણકારી મેળવી શકાશે જે માટે ફલડ કંટ્રોલરૂમનો નંબર ૦૨૬૦ -૨૨૩૧૩૭૭ તેમજ ફેક્ષ નંબર ૦૨૬૦ -૨૨૩૦૦૯૩ પર સંપર્ક કરી શકાશે
અત્યંત આવશ્યક અને મોટી સમસ્યા બાબતે સીધા આધિકારીઓ ને પણ સપર્ક કરી શકાશે જે માટે
કલેકટર દમણ મોબાઈલ ૯૪૩૬૨૮૯૭૮૧
ડેપ્યુટી કલેકટર (હેડ ક્વાર્ટર)દમણ મોબાઈલ -૯૭૧૭૧૫૭૭૫૯
ડેપ્યુટી કલેકટર જનરલ દમણ મોબાઈલ- ૭૫૦૩૩૬૦૧૦૩
મામલતદાર મોબાઈલ -૯૪૨૯૨૯૪૧૫૦
બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસર મોબાઈલ – ૯૮૨૪૧૩૭૧૧૧
સુપ્રિટેન્ડેન્ટ આસી. કલેકટર દમણ મોબાઈલ- ૯૮૯૮૫૯૬૩૨૬