દમણ: ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખના નેતૃત્વમાં પીડબ્લ્યુ ડી ,મામલતદાર અને પોલીસ કાફલા સાથે દબાણ હટાવો ઝુંબેશ વહેલી સવારથી શરૂ કરવામાં આવતા હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા કેટલાક સમયથી પ્રસાસન દ્વારા ગેરકયદેસર થઇ રહેલા દબાણો હટાવવા માટે ની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં દરિયા કિનારે આવેલી હોટલો દ્વારા સી સાઈટ વિસ્તારમાં કરવામાં આવેલા દબાણો અગાઉ પણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ હોટલ માલિકો દ્વારા દૂરકરવામાં વેળા દબાણોને સ્થાને ફરી થી તેમના ડેરા નાખી દેવામાં આવતા પ્રસાસને આજે ફરી થી વહેલી સવારથી દમણના દેવકા બીચ વિસ્તારમાં સી સાઈટમાં વિવિધ હોટલો દ્વારા ઉભા કરવામાં આવેલા દબાણો ઉપર બુલડોઝર અને જે સીબી ફેરવી દેતા ફફડાટ ફેલાયો છે .
[slideshow_deploy id=’40780′]
સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા દમણની જનતા ને અગાઉ થી જાણકારી આપવામાં આવી છે દરેક વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ના દબાણો દૂર કરવામાં આવશે જે પૈકી દમણ પ્રસાસન દ્વારા ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ ના નેતૃત્વમાં પોલીસ કાફલા સાથે આજે ફરી થી દમણ ના દેવકા બીચ વિસ્તારમાં આવેલી હોટલ સી દાદે થી લઇને ઝઝીરા સુધીના વિસ્તારમાં સમુદ્ર કિનારે હોટલો દ્વારા ઉભા કરવામાં આવેલ ગેરકાયદે સર દીવાલો કેટલાક કેબિનો તો કેટલાક પતરાના શેડ સહીત નું દબાણ હટાવવા માટે આજે વહેલી સવાર થી પ્રશાસન દ્વારા પોલીસ કાફલા પીડબ્લ્યુ ડી અધિકારી સહીત ની ટિમ કામપર જોતરાઈ હતી દેવકા બીચ ઉપર આવેલી 10 થી 15 જેટલી હોટલો ની પાછળના ભાગે દરિયા કિનારા વિસ્તારમાં કરવામાં આવેલા દબાણો ઉપર આજે જે સી બી રોલર ચાલ્યું હતું પ્રશાસનના આધિકારીઓ એ જણાવ્યું કે આગામી દિવસમાં પણ દબાણ દૂર કરવાંની ઝુંબેશ ચાલુ જ રહશે
નોંધનીય છે કે દમણ પ્રસાસન દ્વારા થોડા દિવસ અગાઉ દેવકા બીચ ઉપર આવેલી આ હોટલો ઉપર આગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ હોટલ સઁચાલકો દ્વારા ફરી થી દબાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સરકારી તંત્ર દ્વારા આજે ફરી લાલ આંખ કરવામાં આવી હતી
નોંધનીય છે કે દેવકા વિસ્તાર માં અનેક રાજકીય અગ્રણીઓ અને સહીત અનેક ઉધોગપતિઓ ની પણ હોટલો અહીં આવેલી છે અને તેના દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં અનેક કેબિનો પતરાના શેડ અને દિવાલો ઉભી કરવામાં આવીહતી જે આજે દબાણ હટાવો ઝુંબેશમાં ધરાશાય કરવામાં આવી હતી