દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજપુરોહિતને મળેલી પૂર્વ બાતમીના આધારે રીંગણ વાડા મોડા પડ્યા sohil કામલીનાં ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે વિના કોઈ પરવાનગી દારૂ અને બીયરનો સંગ્રહ કરવામાં આવતો હોવાની જાણકારી મળતાં જાણકારી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આપી બાતમીની જગ્યાઓ પર પોલીસે રેડ કરી હતી જેમાં પાંચ જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે તેમની પાસેથી 220 જેટલા બોક્સમાં ૨૫ લાખ 28 હજાર નવસો જેટલા દારૂનો જથ્થો પોલીસે કબ્જો કર્યો છે
દમણ પોલીસ ના જણાવ્યા અનુસાર તેમને મળેલી બાતમી ના આધારે દમણ ના રીંગણવાડા મોરા ફળીયા માં ખુલ્લી જગ્યા માં મોટા જથ્થા માં દારૂ અને બિયર એકત્ર કરેલ મળી આવ્યા હતા પોલીસે અચાનક રેડ કરતા ત્યારે તે સમયે વિવિધ કાર માં કેટલાક લોકો દારૂ અને બિયર નો જથ્થો ભરી રહ્યા હતા ત્યારેજ પોલીસે છાપો મારતા દારૂ ભરનાર માં ભાગદોડ મચી ગઇ હતી પોલીસે આ છાપો દરમ્યાન સોહિલ ઉર્ફ પપ્પુ મહેશ કામલી ઉ.વ.29 રહે મોરા ફળીયા રીંગણવાડા,કેતન દિલીપ પટેલ ઉ.વ 31 રહે ભંડારવાડ નામધા,પ્રશાંત દિપક હળપતિ ઉ.વ19 રહે મોરા ફળીયા રીંગણવાડા,મહોમદ સફી મુસાજી માસા ઉ.વ45 રહે ખારાવાડ દમણ,અમિત રમેશ કામલિ પટેલ ઉ.વ32 મોરા ફળીયા રીંગણ વાડા, ધરપકડ કરી હતી પોલિસે પકડાયેલા પપ્પુ મહેશ કામલી પાસે દારૂ અંગે પરમીટ માંગતા તેમની પાસે કોઈ પણ પ્રકાર ની પરમીટ રાજુ ન કરતા તેઓ ગેરકાયદે રીતે તેનો સંગ્રહ કરી રહ્યા હતા અને કોઈ બંગાળી નામ નો ઈસમ તેં સપ્લાય કરતો હોવાનું પકડાયેલા લોકો એ જણાવ્યું હતું પકડાયેલો તમામ દારૂ ગુજરાત માં ઘુસાડવા માટે ની પેરવી ચાલી રહી હતી પોલીસે આ રેડ દરમ્યાન સ્થળ ઉપર થી દારૂ અને બિયર ના 1220 બોક્ષ જેની કિંમત રૂપિયા 25,28,900 સાથે કુલ 7 ફોર વહીલર જેની કિંમત 35 લાખ તેમજ સોહિલ પપ્પુ કામલી ના અંગ જડતી માંથી રોકડ રૂપિયા 1,51500,આમ પોલીસે કુલ 61,80,400 મુદ્દામાલ પોલીસે પંચનામું કરી ને જપ્ત કર્યો છે જેમની સામે આઈ પી સી ની કલમ 420, R/w 34 એવ ગોવા દમણ દીવ એક્સાઇઝ ડ્યુટી એક્ટ ની કલમ 7,10,30,33 મુજબ ગુન્હો દાખલ કરી ને વધુ તપાસ હાથ ધરી છે

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.