Dharampur:વાસદા તાલુકાના કંસારીયા ગામના ભેજાબાજ યુવાને ધરમપુર તાલુકાના 100 કરતાં વધારે યુવાનોને જીઆરડી માં નોકરી અપાવવાની લાલચ આપી એક યુવક દીઠ 8260 રૂપિયા પડાવી લીધા હોવાની ધરમપુર પોલીસ મથકે ફરિયાદ થતા એક તબક્કે પોલીસ પણ ચકિત રહી ગઈ હતી નોકરીની લાલચમાં રૂપિયા ગુમાવી રહેલ જાદવ અજય રમેશ સહિત કુલ સાત જેટલા યુવાનો એ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી છે.
પોલીસ મથકે આપેલ ફરિયાદ માં જણાવ્યા પ્રમાણે વાસદા તાલુકાના કંસારીયા ગામે રહેતા ઉમેશભાઈ રામાભાઇ કુરકુટીયા જી આર ડી માં નોકરી લગાડી આપવાનો કામ કરતા હોવાનો ધરમપુર તાલુકાના જામલીયા ગામના જાદવ અજય રમેશભાઇ ને જાણ થઈ હતી
નોકરીની શોધખોળ કરી રહેલ જાદવ રમેશ અને તેના ત્રણ ચાર મિત્રો ઉમેશ કુરકુટીયા સાથે ટેલીફોનિક વાતચીત કરી જીઆરડી માં નોકરી મેળવવા માટે નક્કી કરી લીધું હતું અને નોકરી મેળવવાના આવેજ પેટે ઉમેશ કરકુટીયા ને એક યુવાન દીઠ 8260 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા જે બાદ વિસ્તારના અન્ય છોકરાઓ પણ નોકરીની લાલચમાં ઉમેશ ઉમેશ ને રોકડ અથવા ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ રૂપિયા લીધા ને બે વર્ષ બાદ પણ યુવાનોને ઉમેશ કુરકુટિયાએ નોકરી નહીં લગાડતા યુવાનો નો વિશ્વાસ ડગી ગયો હતો. નોકરી નહી અપાવી શકનાર ઉમેશ પાસે યુવાનોએ રૂપિયા પરત માગવાનું શરૂ કર્યું હતું. પરંતુ ઉમેશ કુરકુટિયા તેમને રૂપિયા આપવા બાબતે માત્ર આશ્વાસન આપતો હતો પરંતુ રૂપિયા પરત આપતો ન હતો આખરે ત્રાસી જઈ યુવાનોએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી ન્યાય ની ગુહાર લગાવી છે છેતરાઈ ગયેલ યુવાનોની ફરિયાદ લઈ પીએસઆઇ આરકે પ્રજાપતિ એ તપાસ હાથ ધરી છે.