2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત તો મળી ગઈ સરકાર પણ બની ગઈ પરંતુ ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ દેખાયો હતો સૂત્રો પાસે થી મળી રહેલી માહિતી મુજબ 2017માં તમામ પાર્ટીઓએ પોતાના પ્રચારમાં કસર બાકીના રાખી તો કેટલીક જગ્યાએ સ્થાનિક ઉમેદવારોને લઈ વિરોધનો સુર ઉઠ્યો હતો પરંતુ પાર્ટીએ ક્યાંકને ક્યાંક એ નારાજગી દૂર કરી હતી તો કેટલીક જગ્યાએ વિરોધનાવંટોળને પાર્ટી દ્વારા ડામવામાં પણ આવ્યો હતો પરંતુ કેટલાક વિધ્નસંતોષીઓએ સ્થાનિક ઉમેદવારો ને હરાવવા પોતાની સાખ સુધી જીકી દીધી હતી ખાસ કરી ને વાત કરીએ વલસાડ જિલ્લામાં ઇલેક્સન ના સમયે વિધ્નસંતોષીઓનો રાફડો ફાટ્યો હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં આવો વાવર રહ્યો હતો ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત બાદ કેટલાક પાર્ટીના ગદ્દારોને પાર્ટીથી બર તરફ કર્યા છે રાજ્યમાં તો સમગ્ર ચર્ચા નો દોર હવે વલસાડ જિલ્લામાં પણ ચાલી રહ્યો છે.
ત્યારે વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, કપરાડા, ધરમપુર, વલસાડ અને પારડી જેવા વિસ્તારોમાં પણ પાર્ટી વિરુદ્ધ ઉમેદવારને હરાવવા કાવતરું ઘડાયું હતું જેને ધ્યાનમાં લઇ ને પાર્ટી લઈ શકે છે મહત્વના નિર્ણયો કેટલાક વિધ્નસંતોષીઓને પાર્ટીથી થોડાજ દિવસો માં દૂર કરે તો એ વાતની નવાઇ નહીં.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.