વલસાડમાં દવા બનાવતી કંપનીગેલેક્સી ફાર્માસ્યૂટિક્લ્સમાં પ્રતિબંધિત શંકાસ્પદ દવા કે જેનો ઉપયોગ મોટે પાયે આતંકવાદીઓ કરે છે તે બનાવવામાં આવતી હોવાની જાણ થતાં DRIની સૌથી મોટી કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. જેમાં કંપનીમાં બનતી દવાનો 8 ટ્રક ભરાય તેટલો જથ્થો જપ્ત કરી કંપનીના માલિકો અને ઉત્પાદન મેનેજરની ધરપકડ કરી જેલભેગાં કર્યા હતા. ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ( DRI) દ્વારા વલસાડના સરિગામ ખાતે GIDCમાં આવેલી ગેલેક્સી ફાર્માસ્યૂટિકલ્સમાં પ્રતિબંધિત શંકાસ્પદ દવા ટ્રેમાડો બનાવવામાં આવતી હતી. આ મામલે અમદાવાદ, સુરત અને વાપીના DRIના અધિકારીઓએ કાર્યવાહી કરીને મોડીરાતે કામગીરી હાથ ધરી હતી. જેમાં કંપનીમાંથી શંકાસ્પદ બનાવાતી દવાનો 8 ટ્રક જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. DRI દ્વારા કંપનીના 2 માલિકો સહિત પ્રોડક્શન મેનેજરની અટકાયત કરીને વધું તપાસ હાથ ધરવામાં આવી છે. DRIની તપાસમાં પ્રતિબંધિત દવા ટ્રેમાડોનું ઉત્પાદન કરીને તેને વાપીથી વિદેશ મોકલવામાં આવતી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયટર ડ્રગ્સ તરીકે આ દવાનો આતંકીઓ સૌથી વધું ઉપયોગ કરે છે. ભારતમાં આ દવા પ્રતિબંધિત દવાઓની સૂચિમાં શામેલ કરવામાં આવેલી છે. વલસાડમાં ગેલેક્સી ફાર્માંમાં તેનું મોટે પાટે ઉત્પાદન થતું હોવાની માહિતીને આધારે DRI હરકતમાં આવી હતી. વલસાડમાં આ ફાર્મા કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. કંપનીના માલિકો તેમજ મેનેજરને હાલમાં ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.