વલસાડ માં લોકડાઉન નો અમલ કરાવવા પોલીસે ડ્રોન નો ઉપયોગ કરી સોસાયટીઓ માં નજર રાખશે , જોકે વલસાડ માં જનતા માં પહેલે થીજ જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે અને પોલીસ ની અપીલ તરફ ગંભીર બનતા નથી અને અહીં લોકો બહાના કાઢી ને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે ,અહીંની દુકાનો માં પણ લોકો ની ભારે ભીડ જોવા મળતી હતી અને લોકો બજારો માં નીકળી પડતા પોલીસ આવા લોકો ને ક્યારેક ડંડા તો કયારેક સમજાવટ થી કોરોના વાયરસ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ લોકો સમજવા તૈયાર નથી બીજી તરફ હવે પોલીસ ડ્રોન થી નજર રાખી નિયમ તોડનાર સામે પગલાં ભરશે.
Thursday, May 2