વલસાડ જિલ્લાના ધરમપુર પાલિકામાં થયો હોબાળો ચુંટણી દરમિયાન હોબાળો થયો હતો. ધરમપુર પાલિકાના વોર્ડ નંબર2 ના બીજેપીના ઉમેદવારને કોંગ્રેસ ના ઉમેદવાર અને એજન્ટો એ મતદાન બુથની અંદર મતદારને પૈસા આપતા જોતા થયો હોબાળો. પોલીસે સમગ્ર મામલે બીજેપીના ઉમેદવાર શૈલેષ દેશમુખ ને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે મતદાન મથકની બહાર કોંગ્રેસ ભાજપ સામ સામે આવી જતા મામલો બીચક્યો હતો. અને જિલ્લા પોલીસનો કાફલો આવી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.
જોકે બાદમાં ભાજપના ઉમેદવાર ફરી બુથમાં જતા કોંગ્રેસ એ વાંધો ઉઠાવતા પોલીસ એ ભાજપના ઉમેદવાર એજન્ટો અને માજી પ્રમુખ સુમિત્રા બેનને પણ પોલીસ એ બળજબરીથી બહાર કાઢવાની ફરજ પડી હતી. અને બીજેપીના કાર્યકર્તા એ મીડિયાને પણ આપી ધમકી.