સત્યડે ડોટકોમ ની પડતાલમાં સચ્ચાઈ સામે આવી ! વલસાડ રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમા ના રસોઈ ઘર નું ફ્રેન્ચ ફરાઈઝ નું ફ્રાયર ટોયલેટમાં ધોવાતું હોવાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં ભારે ચર્ચા ઉઠી છે હાલમાં કોરોના ની અસર વચ્ચે ઠેર ઠેર સ્વચ્છતા ના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે ખાવાની વસ્તુ જેમાં બનતી હોય છે તેવા વાસણો સૌથી વધુ અનહાઇજેનિક જગ્યા પર ધોવાઈ રહ્યા નું ધ્યાને આવતા રાજહંસમાં કેવી સ્વચ્છતા છે તે વાત ઉઘાડી પડી ગઈ છે. આ વીડિયો ની પડતાલ કરવા સત્યડે ડોટકોમ ની ટીમ રાજહંસ સિનેમા ખાતે પહોચી હતી અને અહીંના જવાબદાર વ્યક્તિઓ ની શોધખોળ કરતા અહીંના યુનિટ મેનેજર અજય ભાઈ મળી જતા તેઓ ને આ અંગે સવાલો કરતા તેઓ એ આ વીડિયો અહીંનો જ હોવાની વાત ને સમર્થન આપી અહીં કામ કરતા માણસ થી ભૂલ થઈ હોવાનું સ્વીકારી લીધું હતું જેથી આવિડીયો વલસાડ રાજહંસ સિનેમા નો હોવાની વાત ની પુષ્ટિ થઈ હતી.
પીએમ મોદી ના સ્વચ્છતા અભિયાન ને લોકો ફોલો કરી રહ્યા છે અને હાલ માં કોરોના વાયરસ અંગે સાવચેતી ના પગલાં ભરાઈ રહયા છે ત્યારે વલસાડ રાજહંસ ના જવાબદારો સ્વચ્છતા મામલે ઊંઘતા ઝડપાયા છે ત્યારે સબંધિત વિભાગ આ મામલે શુ પગલાં ભરે છે તેતો સમય જ બતાવશે , બાકી વલસાડ ની જનતા જાણી ગઈ છે કે અહીં ભોજન ના વાસણો ટોયલેટ માં ધોવાતા હતા.